Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભીમા-કોરેગાંવની ધમાલમાં નિર્દોષ મરાઠા યુવકે જીવ ગુમાવ્યો

- ગેરેજ ચલાવતા યુવાનને ઉજવણી સાથે કોઇ નિસ્બત નહોતી

- મુખ્ય પ્રધાને ૧૦ લાખની મદદ જાહેર કરી એ પણ પરિવારને ખબર નહોતી

મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં ભડકેલા દંગલ સાથે જેને કોઇ નિસ્બત નહોતી એવા એક નિર્દોષ મરાઠા યુવક રાહુલ ફટાંગળેએ પથ્થર વાગતા જીવ ગુમાવ્યો હતો.

ભીમા-કોરેગાંવથી ૨૫ કિલોમીટર દૂર આવેલા ઘોલપવાડી ગામના બાબાજી અને જાનાબાઇ ફટાંગળેનો ૨૮ વર્ષનો પુત્ર  રાહુલ પુણેના ચંદનનગરમાં  ગેરેજ ચલાવતો હતો અને સણસવાડીમાં ભાડાના ઘરમાં રહેતો હતો.

સોમવારે ભીમા-કોરેગાંવમાં ધમાલ થઇ છે એવી ખબર પડતા ટ્રાફિકમાં અટવાઇ ન જવાય એ માટે ગેરેજ વહેલું બંધ કરીને મોટરબાઇક પર પુણેથી સણસવાડી તરફ આવવા નીકળ્યો હતો. જ્યારે તે ભીમા-કોરેગાવ પાસે પહોંચ્યો એ વખતે કોઇએ ફેંકેલો મોટો પથ્થર માથામાં વાગતા તે પડી ગયો હતો અને તેણે જોતજોતામાં જીવ ગુમાવ્યોહતો.

મૃતકના નાના ભાઇ તુષારે જણાવ્યું હતું કે અમે મરાઠા છીએ. ભીમા કોરેગાંવમાં જે ઉજવણીનો કાર્યક્રમ થયો તેની સાથે અમને કોઇ નિસ્બત નહોતી. મારા ભાઇનું નસીબ ખરાબ કે એક જ પથ્થરે તેનો જીવ લીધો. કોણે આ પથ્થર ફેંક્યો  એની કોઇને ખબર નથી.

રાહુલ ફટાંગળેનો મૃતદેહ ગઇ કાલે તેના પરિજનોને સોંપાયા બાદ ઘોલપવાડી ગામે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૃતકને ૧૦ લાખ રૃપિયાની સહાય જાહેર કરી છે એ પણ તેના ભાઇ તુષાર કે નવનાથને ગઇ કાલે ખબર નહોતી.
તુષારે જણાવ્યું હતું કે અમને આ સહાય બાબત કોઇએ કહ્યું નથી. શું આ સહાય મેળવવા માટે અમારે કોઇ ફોર્મ ભરવું પડશે ?

Post Comments