Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૃદ્ધા પેસન્જરને હાર્ટ એટેક આવતા ઈન્ડિગો વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

- મહિલાને ઉતાર્યા બાદ ફરીથી વિમાને ઉડાણ ભરી

- વૃદ્ધ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે

મુંબઈ, તા. 8 માર્ચ 2018 ગુરુવાર

મુંબઈથી ચંદીગઢ જઈ રહેલા ઈન્ડિગો એરલાઈન્સના એક વિમાનને ઈમરજન્સીના કારણે રાજસ્થાનમાં જયપુરના સાંગાનેર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ. વિમાનમાં સવાર એક વૃદ્ધાને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે વિમાનને લેન્ડિંગ કરવુ પડ્યુ. વૃદ્ધ મહિલાને ઉતાર્યા બાદ વિમાને ફરી ઉડાણ ભરી.

સાંગાનેર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિદેશક જે. એસ. બલહારાએ જણાવ્યું કે ઈન્ડિગો એરલાઈન્સના વિમાન 6 ઈ 495ના કેપ્ટને એર ટ્રાફિક કંટ્રોલને મેડિકલ ઈમરજન્સી વિશે માહિતી આપી જે બાદ વિમાનને ઉતારી દેવાયુ.

વિમાનમાં સવાર એક વૃદ્ધા સીતાલક્ષ્મી મેનનને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને એરપોર્ટની પાસે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મુંબઈથી આવનાર વિમાને અમુક સમય બાદ ચંદીગઢ માટે ઉડાણ ભરી. વૃદ્ધ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Post Comments