પુણેમાં ગુજરાતના વિધાનસભ્ય જીગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે કેસ દાખલ
- લોકોને ઉશ્કેરનારા ભાષણના લીધે પરિસ્થિતિ વણસી ગઇ હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર
ભીમા- કોરેગાવ હિંસાચારના મામલામાં ગુજરાતના વિધાનસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણી તથા દિલ્હીની જવ્હારલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ સામે પુણેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના ઉશ્કેરનારા ભાષણને લીધે પરિસ્થિતિ વધુ વણસી ગઇ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
૨૦૦ વર્ષ અગાઉ અંગ્રેજો સાથે મળીને દલિતોએ પેશ્વા શાસકોની સામે થયેલા યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. દલિતો આ દિવસની શૌર્યદિવસ તરીકે ઉજવણી કરે છે. આ નિમિત્તે ૩૧ ડિસેમ્બરના પુણેના શનિવાર વાડા ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મેવાણી અને ખાલીદ હાજર રહ્યા હતા.
આ દરમિયાન મેવાણી અને ખાલીદે લોકોને ઉશ્કેરનારુમં ભાષણ કર્યુમં હોવાનું અક્ષય બિક્કડ અને આનવંદ ઘોંડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. ડેક્કન જીમખાના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવા અક્ષય અને આનંદ પોતાની અરજી લઇને ગયા હતાં. વિધાનસભ્ય મેવાણી અને ખાલિદે બે જૂથ વચ્ચે દુશ્મનાવટનો પ્રયાસ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
લોકોને ઉશ્કેરીને રસ્તા પર ઉતરીને હિંસક આંદોલન કરવાના મેવાણીના ભાષમના લીધે વધુ તંગદીલી ફેલાય હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. ડેક્કન જીમખાના પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે મેવાણી અને ખાલિદ સામે ફરિયાદ થઇ હોવાની બાબતને સમર્થન આપ્યું હતું.
જો કે શનિવાર વાડા વિશ્રામબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. આથી કેસની વધુ તપાસ વિશ્રામ બાગ પોલીસ કરવાની છે. પુણેમાં શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરાઇ હતી. આ વખતે એક દલિત યુવકનું મોત નિપજ્યું હતુંમ. ત્યારબાદ મુંબઇ સહિત રાજ્યભરમાં પરિસ્થિતિ વણસી ગઇ હતી. અહી ઠેરઠેર હિંસા થઇ હતી.
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News