Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતની હેટ્રિક: ૧૭નાં મોત

- એક જ દિવસમાં હવાઇ અકસ્માત, માર્ગ અકસ્માત, જળ અકસ્માત: મકરસંક્રાંતિ માતમમાં ફેરવાઇ

- ઓએનજીસીના અધિકારી સહિત સાત લોકોને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરની મુંબઇના સમુદ્રમાં જળ સમાધિ, કાટમાળ મળ

મુંબઇના સમુદ્રમાં ૪૦ વિદ્યાર્થીઓ સાથે બોટ ડૂબી, ચારનાં મોત, ૩૨ને રેસ્ક્યૂ કરાયા, શોધખોળ ચાલુ
સાંગલીમાં પૂર ઝડપે આવી રહેલ ટ્રેક્ટરે એસયુવીને ફંગોળી, પાંચ રેસલર્સ સહિત છના મોત

મુંબઇ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતી માતમાં ફેરવાઇ ગઇ હતી. એક જ દિવસમાં ત્રણ મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઇમાં પવન હંસ ચોપર ક્રેશ થઇ જતા સાતના મોત નિપજ્યા હતા.  હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા જેમા ઓએનજીસીના પાંચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટરમાં બે પાઇલોટ પણ હતા. આ હેલિકોપ્ટર મુંબઇના સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહો મળી આવ્યા છે જ્યારે અન્યોના પણ મોત નિપજ્યા હોવાની પુરી શક્યતાઓ છે.

ઓએનજીસીના જે અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હતા તેમાં ત્રણ ડેપ્યુટી જનરલ મેનેજર લેવલના હતા. સવારે ૧૦.૪૦ કલાકે હેલિકોપ્ટરનો સંપર્ક તુટી ગયો હતો. અને ત્યારથી ગુમ હતા. આ પહેલા પણ હેલિકોપ્ટર ક્રેસ થવાની ઘટના અનેક વખત સામે આવી છે. જે મૃતદેહો મળી આવ્યા છે તેની ઓળખ ચાલુ છે.

બીજી એક મોટી ઘટના મુંબઇમાં જ સામે આવી હતી. અહીં ૪૦ વિદ્યાર્થીઓને લઇને જઇ રહેલી એક ખાનગી બોટ પલટી ગઇ હતી. જેને પગલે ચાર વિદ્યાર્થીઓના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. મૃતક ચારેય વિદ્યાર્થીનીઓ છે. જ્યારે બાકી ૩૨ વિદ્યાર્થીને રેસ્ક્યુ કરી લેવાયા હતા. જોકે હજુ પણ ચાર વિદ્યાર્થી ગુમ હોવાથી તેની તપાસ ચાલી રહી છે. દહાનુંના પારનાકામાં આવેલી સ્કૂલના પીકનીક માટે આ વિદ્યાર્થીઓને બહાર લઇ જવાયા હતા. જે પણ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા તેમાંથી ત્રણ વિદ્યાર્થી અને બોટ ડ્રાઇવરની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર અપાઇ રહી છે.

જ્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક એસયુવી કાર સાથે ટ્રેક્ટરની ટક્કર થતા કારમાં સવાર છ લોકોના મોત નિપજ્યા હતા. જે લોકો માર્યા ગયા છે તેમાં પાંચ રેસલર્સનો સમાવેશ થાય છે. ટ્રેક્ટર વિરોધી દીશામાં આવી રહ્યું હતું અને ઝડપ પણ વધુ હતી તેથી વધુ અસર થઇ હતી. આ દુર્ઘટના બાદ ટ્રેક્ટરનો ડ્રાઇવર પલાયન થઇ ગયો છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે, એમ ચિંચણી વાંગી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સોનવલકરે જણાવ્યું હતું. આમ એક જ દિવસમાં ૧૭ લોકોના મોત નિપજ્યા હતા.

નવ શહેરમાં ૨૪ કલાકમાં અકસ્માતોએ ૩૫થી વધુની જીવનદોરી કાપી
* દહાનુંમાં બોટ પલટી જતા ચાર વિદ્યાર્થીઓના મોત, ચારની સ્થિતિ ગંભીર
* જયપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ઔપાંચના મોત
*  ઉપલેટામાં ત્રણ વિદ્યાર્થિનીઓના આગ લાગવાથી મોત
* કર્ણાટકમાં હાસનમાં બસ તળાવમાં ખાબકતા આઠ લોકોના મોત
* હૈદરાબાદમાં કાર ડિવાઇડર સાથે ટકરાતા એક મોત, ત્રણ ઘાયલ
* લખનઉમાં રંજિશ હોટેલમાં બેસમેંટમાં ચાર મજુરોના મૃતદેહ મળ્યા
* કોલારમાં એક અકસ્માતમાં ત્રણના મોત

Post Comments