Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પત્નીના મેન્ટલ ચેક-અપ'ની માગણી કરતા પતિને હાઈ કોર્ટે વીસ હજાર રૃપિયાનો દંડ ફટકાર્યો

- પત્નીની માનસિક સ્થિતિ સારી ન હોવાનો દાવો કરીને તપાસ માટે માગણી કરતી અરજી બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

પત્નીની માનસિક સ્થિતિ સારી ન હોવાનો દાવો કરીને વૈદ્યકીય તપાસણીની માગણી કરતી એક અરજી બોમ્બે હાઈ કોર્ટે ફગાવી નાખી હતી અને અરજી કરનારા પતિને વીસ હજાર રૃપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. અરજીકર્તા કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરતો હોવાથી આ પત્નીને સતાવવાનો પ્રયત્ન છે એવુ જજ ગિરીશ કુલકર્ણીએ જણાવ્યું હતું.

આ પહેલાં ફેમિલી કોર્ટે આ વ્યક્તિની અરજી ફગાવાનો નિર્ણય યોગ્ય હોવાનું હાઈ કોર્ટના જજ ગિરીશ કુલકર્ણીએ જણાવ્યું હતું. હિન્દુ વિવાહ કાયદા અંતર્ગત વિવાહિત જોડીમાંથી કોઈ પણ એકની માનસિક સ્થિતિ ઠીક ન હોય તો તેના આધાર પર ડિવોર્સ માગી શકે છે. અરજીકર્તાના ખોટા હેતુનુ ધ્યાનમાં આવવાને લીધે ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી હતી. ચાર અઠવાડિયાની અંદર પત્નીને દંડની રકમ આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

આ વ્યક્તિ ૨૦૧૫ની સાલમાં ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. ત્યારબાદ બે વર્ષે ૨૦૧૭માં પત્નીની માનસિક સ્થિતિ સારી ન હોવાનો દાવો કરીને તેના માનસિક આરોગ્યની તપાસણી કરવાની કોર્ટમાં માગણીક રી હતી.

ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવ્યા બાદ તેણે હાઈ કોર્ટમં અરજી દાખલ કરી હતી. પત્નીની માનસિક આરોગ્યની તપાસની જરૃર શું છે? તેના પર તેણે કોર્ટમાં કોઈ પણ યોગ્ય પુરાવો સાદર કર્યો નહોતો. ફક્ત એક ઓર્થોપેડીક સર્જનની ચિઠ્ઠી દાખવી તેના પર સોનોગ્રાફીની સલાહ અપાઈ હતી.

Post Comments