Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈ: ONGCનું હેલિકોપ્ટર ક્રેશ થયુ: 7 કર્મચારી સવાર હતા

- સવારે ATS સાથે હેલિકોપ્ટરનો સંપર્ક તૂટ્યો હતો

મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2018 શનિવાર

આજે સવારે ONGCનું એક હેલિકોપ્ટર લાપતા થયુ હતુ. તપાસ બાદ એવી જાણકારી મળી છે કે હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે અને તેમાં ONGCના 7 કર્મચારી સવાર હતા.

મહારાષ્ટ્રમાં મુંબઈના જૂહુ એરપોર્ટથી લેન્ડ થયા બાદ પવન હંસનું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતુ. હેલિકોપ્ટરમાં ઓએનજીસીના પાંચ કર્મચારી સવાર હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર VT PWA હેલિકોપ્ટરે આજે સવારે 10:20 વાગે જૂહુ એરપોર્ટથી ઉડાણ કર્યું હતુ.

હેલિકોપ્ટરમાં 2 પાયલટ અને 5 ઓએનજીસીના કર્મચારી હતા. હેલિકોપ્ટર સવારે 10:58 વાગે ઓએનજીસીના નોર્થ ફિલ્ડ પર ઉતર્યુ હતુ પરંતુ 9:30 વાગે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ હેલિકોપ્ટર વિશે અત્યારસુધી કોઈ માહિતી મળી નહોતી.

હેલિકોપ્ટર સાથે ઓયલ રિગ એર ટ્રેફિક કંટ્રોલનો છેલ્લે સંપર્ક સવારે 10:30 વાગે થયો હતો. અગાઉ સવારે 10:25 વાગે નિયમો અનુસાર પાયલટોએ પોતાનો રેડિયો સંપર્ક જુહૂ એર ટ્રાફિક કંટ્રોલથી ઓયલ રિગ સાથે જોડ્યો હતો. જે બાદ બંને પાયલટ 2 મિનિટ સુધી લગભગ 9 કિલોમીટરના અંતરે ઓયલ રિગ એર ટ્રેફિક કંટ્રોલના સંપર્કમાં રહ્યા. જોકે ત્યારબાદ હેલિકોપ્ટરથી ઓયલ રિગનો સંપર્ક તૂટી ગયો હતો.

હેલિકોપ્ટરની શોધખોળમાં લાગેલી ટીમ, આ સંબંધમાં ઓએનજીસીએ ભારતીય તટ રક્ષકને એલર્ટ કરી દીધા હતા. હેલિકોપ્ટરની શોધખોળમાં 2 આઈએસવી અને તટ રક્ષક દળના 3 યુનિટ લગાવ્યા છે. મામલાને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રક્ષા મંત્રી સીતારમણ પાસે તટ રક્ષકો અને અન્ય એજન્સીઓ દ્વારા હેલિકોપ્ટરની શોધખોળ માટે તપાસ માંગી હતી.

Post Comments