Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગટરની અંદર શાકભાજી અને ખાદ્યપદાર્થો સંતાડી દેતા ફેરિયાઓ

- મહાપાલિકાની ટીમ ત્રાટકે ત્યારે

- મુંબઇગરાના આરોગ્ય સામે જોખમ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

અનધિકૃત ફેરિયાના વિરુદ્ધમાં મુંબઇ મહાનગર પાલિકાએ હાથ ધરેલી કાર્યવાહીથી ફેરિયાઓમાં ધ્રાસ્કો પડી ગયો છે. એટલે કોઇ પણ ત્રણે પાલિકા કાર્યવાહી કરે તો તેનાથી બચવા માટે અને ફરી તેની જગાએ ધંધો કરવા માટે નવો નુસખો કરી રહી છે. તે નાગરિકોનો જીવ જોખમમાં મૂકાય એવી શક્યતા છે. કારણ કે પાલિકાની ફેરિયા હટાવવાની કાર્યવાહી દરમિયાન શાકભાજી, કે અન્ય ખાદ્ય સામગ્રી છૂપાવવા માટે ફેરિયા વરસાદી પાણીનો નિકાલ કરતી ગટરનો વપરાશ કરે છે. એવું એક વિડિયો થકી પ્રકાશમાં આવ્યું છે.

આ પ્રકાર સાંતાક્રુઝમાં વાકાલો પરિસરમાં ગટર- નાળામાં શાકભાજી તથા ચીજવસ્તુ છુપાવતા હોવાનું પાલિકાને જાણકારી મળતા કાર્યવાહી કરી હતી. આ સંદર્ભે પાલિકાના એચ/પૂર્વ વિભાગના વોર્ડ ઓફિસર સંગીતા સશાણેનો સંપર્ક સાધતા તેમણે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે આ વિડિયો વાકોલાના નેહરુ રોડ, મંથન પ્લાઝા ખાતેનો હતો. આ વિડિયોની નોંધ લઇને ત્યાંના ફેરિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અહીં છુપાવીને રાખેલા સામાનને જપ્ત સુદ્ધા કર્યો હતો.

આ મામલે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર આબાસાહેબ જવાહડે જણાવ્યું હતું કે તેમણે આ વિડિયો જોયો હતો. જો રસ્તાને અડીને આવેલા નાળા કે ગટરમાં સામાન છૂપાડતા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ વોર્ડ ઓફિસોને આપ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઇમાં ફેરિયાની પોલીસીનો અમલ કરવા માટે હોકર્સ ઝોેન અને નોન હોકર્સ ઝોન બાબતે લોકો પાસે વાંધા વચકા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.

આ પ્રક્રિયા શરૃ હોવાથી ફેરિયાના વિરુદ્ધમાં સર્વ વિભાગમાં પાલિકાના અતિક્રમણ તોડકામ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. આ કાર્યવાહી સતત કાર્યરત છે. આથી ફેરિયા શાકભાજી સહિત અન્ય વસ્તુઓ  છુપાવવાનો માર્ગ શોધી કાઢયો છે. પાલિકાના અધિકારીઓ જતા રહે ત્યારબાદ સામાનને ગટરમાંથી બહાર કાઢીને ફરી ત્યાં વેચવા બેસી જાય છે.

હાલમાં રસ્તાનું કામ શરૃ છે. અને ફૂટપાથ નીચે વરસાદી પાણીના નિકાલ માટેની ગટર કે નાળા બનાવ્યા છે. હાલમાં આ તે બંધ હોવાથી ફેરિયા પોતાનો સામાન મૂકવાનો ઉપયોગ કરે છે. દાદરના કેશવસૂત ફ્લાઇઓવર નીચેથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની ગટર પરના મેન હોલ્સમાં ફેરિયા પોતાનો સામાન છૂપાવવાનો પ્રયત્ન કરતાં હતા.

Post Comments