Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાઉદના સાથી ફારૂક ટકલાની દુબઈથી ધરપકડ: 1993ના બ્લાસ્ટથી હતો ફરાર

- ફારૂકને મુંબઈ લવાયો, CBI ઓફિસ બાદ ટાડા કોર્ટમાં રજૂ કરાશે

- 1995માં ફારૂક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કરાઈ હતી

મુંબઈ, તા. 8 માર્ચ 2018 ગુરુવાર

1993 મુંબઈ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમના સાથી ફારૂક ટકલાની દુબઈથી ધરપકડ કરીને મુંબઈ લાવવામાં આવ્યો છે.

1993 બ્લાસ્ટ બાદ 1995માં ફારૂક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કરવામાં આવી હતી.

1993 બ્લાસ્ટ બાદ જ ફારૂક ટકલા ભારતમાંથી નાસી છૂટ્યો હતો. આજે સવારે જ એર ઈન્ડિયાના વિમાનથી ફારૂકને મુંબઈ લાવવામાં આવ્યો. ફારૂકને CBI ઓફિસ લઈ જવામાં આવ્યો છે. જે બાદ તેને ટાડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

કોણ છે ફારૂક ટકલા ?

નોટિસ કંટ્રોલ નંબર- A- 385/7-1995

જન્મ- 17 ફેબ્રુઆરી, 1961 (મુંબઈ)

આરોપ- ષડયંત્ર, હત્યા, આતંકવાદમાં સામેલ

શું હતો કેસ ?

12 માર્ચ, 1993એ મુંબઈમાં એક બાદ એક 12 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થઈ ગયા હતા જ્યારે 700થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તે બ્લાસ્ટમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિ નષ્ટ કરાઈ હતી. આ કેસમાં 129 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

વર્ષ 2007માં ટાડા કોર્ટે 100 લોકોને સજા સંભળાવી. આ કેસમાં યાકુબ મેમણને 2015માં ફાંસી થઈ હતી. બ્લાસ્ટ સાથે જોડાયેલ જ એક અન્ય કેસમાં ફિલ્મ અભિનેતા સંજય દત્ત ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં પકડાયા અને તેમને ટાડા કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહીમ 1995થી ફરાર છે.

Post Comments