Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંદોલનકારીઓએ જનજીવન ખોરવતા આમજનતાની પારાવાર પરેશાની

- 'બંધ'ને લીધે બેહાલી

- કેન્સરના દરદીઓને લઇ જતી બસ અટવાઇ

- પરાંની ટ્રેનો રોકવામાં આવતા મહિલાઓ સહિત લોકોએ પાટા પર ચાલીને જવું પડયું

- ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ આગળ ન વધી શકી : પરીક્ષાઓ પાછી ઠેલાઇ

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

ભીમા-કોરેગાંવની ઘટનાને પગલે આજે મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવ્યું હોવાથી દેશની આર્થિક રાજધાની મુંબઇનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભાંગફોડમાં સરકારને લાખોનું નુકસાન થયું હતું અને  પબ્લિકે પારાવાર પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઉપર રસ્તા-રોકો નાખી નજર ન પહોંચે એટલી લાઇનોલાગી ગઇ હતી. કલાકો સુધી લાખો વાહનો અટવાઇ રહ્યા હતા. આમાં દરદીઓને લઇ જતી એમ્બ્યુલન્સ તેમ જ ટાટા  મેમોરિયલ હોસ્પિટલથી નવી મુંબઇ  કેન્સરના દરદીઓને લઇ જતી 'બેસ્ટ'ની બસ  પણ અટવાઇ ગઇ હતી. કેન્સરની પીડા ભોગવતા આ દરદીઓની કેવી હાલત થઇ હશે તેની તો કલ્પના જ કરવી રહી.
ઝંડા લઇને રેલવે ટ્રેક ઉપર  ઉતરી પહેલા બંધના સમર્થકોએ રીતસર  પસાર થતી ટ્રેનોના પેસેન્જરો ઉપર પથ્થરો ફેંકીને કેટલાયને ઇજા પહોંચાડી હતી.

મધ્ય રેલવેમાં ઠેર ઠેર રેલ-રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આથી અધવચ્ચે અટકી ગયેલી ટ્રેનોમાંથી પાટા ઉપર ઠેકીને મહિલાઓ સહિત તમામ પેસેન્જરોએ દૂર દર સુધી ચાલીને જવું  પડયું હતું. અમુક વૃદ્ધ પેસેન્જરોને આસપાસના લોકોએ ટેકો આપીને કે ટીંગાટોળી કરીને લઇ જવા પડયાહતા.

ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ઉપર તો મંગળવારે રાતે કલાકો સુધી વાહન-વ્યવહાર અટકી ગયો હતો. ટ્રાફિક જામમાં ત્રણ-ચાર કલાકથી અટવાયેલી કેટલીય મોટરમાં નાના  બાળકો પણ હતા. એક મહિલાએ ભૂખને લીધે કજિયા કરતા તેના પુત્રને છાનો રાખવાનો પ્રયાસ કરતા આક્રોશપૂર્વક કહ્યું હતું કે આમજનતાની આવી બેહાલી થાય એવાં આંદોલનનો શું અર્થ ? પોવીલ પણ મૂકપ્રેક્ષક બની ખેલ જોતા રહે છે. અને આંદોલનકારીઓ મનમાની કરે છે.

રાત્રે આઠ વાગ્યાના સુમારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અટવાયેલા વાહનોમાં ફસાયેલા લોકોને પાણી, ચા અને બિસ્કિટ આપવા માટે અસપાસના વિસ્તારમાંથી સ્વયંસેવકો પહોંચી ગયા હતા.
'શાંત' બંધ પાળવામાં આવશે એવાં બંધના આયોજકોના દાવા ઉપર પાણી ફરી વળ્યું હતું. અને લોકોએ વિરોધનો માર સહન કરવો પડયો હતો.

દલિતોના દેખાવોની ધારણા કરી હતી પણ તેના વ્યાપનો અંદાજ ન હતો : પોલીસ
પોલીસના અનુમાન કરતા દેખાવકારોની સંખ્યા અધિક હતી અને મોખરે મહિલાઓ, બાળકો હતા તેથી ટોળાં વિખેરવાનું વિકટ બન્યું

મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર
પુણેમાં થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયા બાદ દલિત જૂથો દ્વારા સંભવિત દેખાવો અને ભાંગફોડ વિશે સોમવારે રાત્રે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ના કાર્યાલયે ચેતવણી આપી હોવા છતાં મુંબઇમાં મંગળવારે પરિસ્થિતિ નિયંત્રણની બહાર કેમ ગઇ એવો પ્રશ્ન મુંબઇગરાને થાય ને સ્વાભાવિક છે.

અમે દેખાવો થવાની ધારણા કરી હતી પરંતુ તેના વ્યાપ વિશે અનુમાન કરવામાં અમે નિષ્ફળ ગયા હતા એવો એકરાર મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કર્યો હતો.
પોલીસે વિચાર્યું હતું તે કરતાં દેખાવકારોની સંખ્યા અતિ અધિક હતી. વળી મોખરે મહિલાઓ અને બાળકો હતા. આથી દેખાવકારોને વિખેરવાનું કામ વધુ વિકટ બન્યું હતું.

નાયબ પોલીસ કમિશનર (કામગીરી) અને પોલીસની હેરફેર તથા તેમને તહેનાત કરવાની કામગીરીનાં મધ્યવર્તી અધિકારી સચીન પાટિલે કહ્યું હતું કે સંભવિત ઘટનાઓ વિશે કંઇક અંસે અમને ખ્યાલ હતો પરંતુ મુંબઇમાં જોવા મળેલા ઉગ્ર ભાવાવેશની ધારણા અમે ક્યારેય કરી ન હતી.
મુંબઇમાં આવો જનસમૂહ ઉમટશે તેની ધારણા કરાઇ ન હોવા સાથે માત્ર અનામત દળો (રીઝર્વ ફોર્સીસ)ને તૈયાર રખાયાં  હતા પરંતુ તાજેતરમાં ક્રિમસ અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ કરાયો હતો તેવો પૂર્ણ સ્વરૃપનો પોલીસ બંદોબસ્ત કરાયો ન હતો.

મુંબઇ પોલીસના ટોચના એક અધિકારીએ કહ્યું હતું કે ડીજીપીના કાર્યાલયે આપેલી ચેતવણી સર્વસામાન્ય પ્રકારની હતી. કોઇ પણ સ્વરૃપના હિંસાચાર પછી અપાતી રાબેતા મુજબની ચેતવણી હતી.

Post Comments