Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહારાષ્ટ્રમાં પણ નાના ખેડૂતોને ફ્રી વીજળી પૂરી પાડવા વિપક્ષોની માગ

- તેલંગણાએ ખેડૂતો માટે ૨૪ કલાક ફ્રી વીજળી જાહેર કરી

- આમ કરવાથી સરકાર પર પ્રતિવર્ષ ૩૫૦૦ કરોડ રૃપિયાનો બોજ વડવાનો અંદાજ

મુંબઇ તા.૩ જાન્યુઆરી 2018, બુધવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસ  સામે હવે વધુ એક પડકાર ઉભો થયો છે. ખેડૂતોની દેવામાફીના મુદ્દે હજુ બહાર ન આવી શકેલી મહારાષ્ટ્ર સરકાર પાસે 'ફ્રી વીજળી'ની નવી માગ ઊભી થઇ છે. સ્વાભિમાની પક્ષના પ્રમુખ રાજુ શેટ્ટીએ સીમાંત ખેડૂતો માટે ફ્રી વીજળીની માગ કરી છે. કોંગ્રેસ, એન.સી.પી. અને શિવસેના પણ  'ફ્રી પાવર'ની માગ કરી રહ્યા છે.

રાજુ શેટ્ટીએ કહ્યું કે 'જો તેલંગણા જેવા નાના રાજ્યો ૨૪X૭ ફ્રી પાવર પૂરો પાડી શખતા હોય તો મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય પણ ખેડૂતોને રાહત કરી શકે છે. પાંચ  એકર જમીન અને ૩ થી ૫ એમપીના પમ્પ ધરાવનારા ખેડૂતો માટે મુખ્ય પ્રધાને 'ફ્રી પાવર' જાહેર કરવો જોઇએ. રાજુ શેટ્ટીએ કહ્યું કે 'હું મુખ્ય પ્રધાનને પત્ર લખીશ અને જો તે નિર્ણય નહીં લેશે તો ખેડૂતોનું સંગઠન આંદોલન હાથ ધરશે.'

કોંગ્રેસના પ્રવકતા સચીન સાવંતે કહ્યું  કે 'રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ નબળી છે. કેટલાક વર્ષોથી ખેડૂતો દુકાળનો સામનો કરી રહ્યા હતા. વીજળી પણ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ભાગ છે અને સરકાર જે રીતે ખેડૂતોને ખાતર પેસ્ટિસાઇડ અને અન્ય  પ્રશ્નોમાં મદદ કરે છે. તે જ રીતે ગરીબ ખેડૂતોને 'ફ્રી પાવર' આપવો જોઇએ. એનસીપીના પ્રવકતા નવાબ મલિકે કહ્યું કે 'મુખ્ય પ્રધાને જ્યારે સત્તા સંભાલીહતી ત્યારે ખેડૂતો માટે પાંચ લાખ  સોલર પંપ ઉભા કરવાની જાહેરાત કરી હતી. પણ ફક્ત ૨૦૦૦ પંપ પૂરા પાડવામાં આવ્યા છે. હવે ખેડૂતોને સોલર પંપ પૂરા પાડવામાં આવે ત્યાં સુધી ખેડૂતોને ફ્રી પાવર આપવો જોઇએ. હાલમાં રાજ્ય પાસે  સરપ્લસ પાવર અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ છે.'

દરમ્યાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મુખ્યપ્રધાને તેલંગણ / ફોર્મ્યુલાનો અભ્યાસ કરવો જોઇએ અને રાજ્યમાં અમલ કરવા વિચારવું જોઇએ.
મહારાષ્ટ્ર સરકારે જો રાજ્યના ૪૦ લાખથી વધુ ખેડૂતોને ફ્રી પાવર આપવો હોય તેો પ્રતિ વર્ષ ૩૫૦૦ કરોડ રૃપિયાનો બોજ રાજ્યસરકાર પર પડવાનો અંદાજ છે.

Post Comments