Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અવસાન થયું શશી કપૂરનું અને શ્રદ્ધાંજલી અર્પણ કરી કોંગ્રેસ નેતા શશી થરૃરને

- સોશિયલ મિડિયામાં ભાંગરો વટાયો

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઈ,તા.૬ ડિસેમ્બર 2017, બુધવાર

આજકાલ સોશિયલ મીડિયા ઉપર એટલા ચમત્કાર સર્જાય છે કે એની તો પૂછવાની વાત જ નહીં. વોચસ એપ ઉપર આવેલા મેસેજ ફોરવર્ડ કરવાનો અને એના ઉપર પ્રતિક્રિયા આપવાનો નોન સ્ટોપ દોર ચાલતો હોય છે. બોલીવૂડના  મહાનાયક  બિગ બી અમિતાભ બચ્ચન, દિલીપકુમાર, ભારત રત્ન લતા મંગેશકર, મહારાષ્ટ્ર ભૂષણ બાબાસાહેબ પુરંદરે, કોમેડી અભિનેતા જોની લિવર આવા કેટલાક મહાનુભાવોને સ્પેશિયલ મીડિયાએ શ્રદ્ધાંજલી અર્પણ કરવાના સમાચાર જાણવા મળે છે.

પરમ દિવસે અભિનેતા શશી કપૂરનું ૭૯મી ઉંમરે અવસાન  થયું અને સમગ્ર બોલીવૂડ દુખના દરિયામાં  ડૂબી ગયું  ત્યારે  સોશિયલ મીડિયા ઉપર અનેક હોદ્દાવાળાઓએ કોંગ્રેસ નેતા અને માજી કેન્દ્રીય  પ્રધાન શશી થરૃરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હોવાનું  જાણવા મળે ચે. એક સરખા નામો હોવાથી  આવો 'ચમત્કાર' સર્જાયો  હોવાનું પણ કહેવામાં આવે છે, અલબત્ત, થીરૃર અને કપૂર આટલો તો ફરક ખબર પડવી જોઈએને  આ શ્રદ્ધાંજલિનો પ્રકાર  એટલો ફેલાવો કે આખરે ભાઈ શશી થીરૃરને જ આગળ આવીને હું જીવતો છું. શશી કપૂરનું અવસાન થયું છે. 

એમ  કહેવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળે છે. શશી થીરૃરના ઘરની ટેલિફોનની ઘંટડી પણ આજ કારણે  આખો દિવસ વાગતી હતી આખરે ટિવટ કરીને શશી થીરૃરે આ અફવાને  પૂર્ણ વિરામ આપવો પડયો હોવાનું જાણવા મળે છે.  આ સમાચાર જુઠ્ઠા છે, અનેક લોકોએ ઘણા જલદી જ મન મારી નાંખ્યો હોવાનું  પણ શશી થીરૃરે ટ્વિટમાં લખ્યું હોવાનું જાણવા મળે છે.

Post Comments