Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાઉદનો જમણો હાથ ગણાતા ફારૃક ટકલાની ધરપકડ

- ૧૯૯૩ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટના આરોપી

- સીબીઆઇની ટીમ આરોપીને દુબઇથી પકડી મુંબઇ લાવી

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

૧૯૯૩માં મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાથીદાર ફારુક ટકલાની ધરપકડ કરવામાં આવી છે.   તેને દુબઇથી પકડીને સીબીઆઇ મુંબઇ લઇને આવી હતી. બોમ્બ વિસ્ફોટ બાદ ૧૯૯૫માં ટકલાની સામે રેડ કોર્નર નોટીસ કાઢવામાં આવી હતી. મુંબઇમાં આજે તેને ટાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

દાઉદના નજીકના સાથીદાર ફારુખ ટકલાએ ૧૯૯૩ મુંબઇમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શસ્ત્ર લાવવા, બોમ્બ તૈયાર કરવા જેવી અનેક બાબતમાં તેનો સહભાગ હતો. તે ભારતની બહાર નાસી ગયો હતો. પછી ટકલા દુબઇ, યુએઇ અને પાકિસ્તાનમાં રહેતો હોવાનું કહેવાય છે. અગાઉ અનેક વખત તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તે હાથતાળી આપીને પલાયન થઇ જતો હતો. પણ હવે  ટકલાની ધરપકડથી મોટી સફળતા મળી છે. દાઉદનો વિશ્વાસુ સાથીદાર હોવાથી આ અંડરવર્લ્ડ ડોન બાબબતી ઘણી માહિતી ટકલા પાસેથી મળી શકે છે.

દેશની આર્થિક રાજધાની મુંબઇને નિશાન બનાવીને ૧૨ માર્ચ, ૧૯૯૩ના શેરબજારની ઇમારતની બહાર, એર ઇન્ડિયા બિલ્ડિંગ, સેન્ચુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટેલ, પ્લાઝા થિયેટર, સહિત અન્ય સથળે સિરીયલ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ ધડાકામાં ૨૫૭ જણ મોતના મુખમાં ધકેલાય ગયા હતા. અને ૭૧૩ જણ જખમી થયા હતા.

બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણને ફાસી આપવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓને પણ સજા થિ છે . જો કે દાઉદ  ઇબ્રાહિમ, ટાયગર મેમણ અનીસ ઇબ્રાહિમ અને અમૂક આરોપીઓ ફરાર છે.

Post Comments