Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈ: આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરનું આજે મહારાષ્ટ્ર બંધનું એલાન

- હિંસાને શાંત પાડવા 30 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત

- મૃતક દલિત યુવકના પરિવારજનોને ૧૦ લાખની સહાય: પૂણે ઘટનાની CID તપાસનો આદેશ

મુંબઇ, તા.3 જાન્યુઆરી 2018 બુધવાર

પૂણેમાં ૨૦૦ વર્ષ પહેલા અંગ્રેજોની સાથે મળીને દલિતોએ પેશ્વા શાસકોની સામે યુદ્ધ લડયું હતું, આ યુદ્ધમાં દલિતો અને અંગ્રેજોની જીત થઇ હતી. દલિતો આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવી રહ્યા છે.

આ વર્ષે ૨૦૦મી વર્ષગાંઠ હોવાથી પૂણેમાં ભવ્ય ઉજવણી કરવા માટે દલિતો એકઠા થયા હતા. જોકે ઉજવણી બાદ જ્યારે આ દિલતો પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થરમારો થયો હતો. જેમાં અનેક દલિતોના વાહનોની તોડફોડ કરાઇ હતી અને સળગાવવામાં આવ્યા હતા, ઘર્ષણ થતા એક દલિત યુવકનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાના પ્રત્યાઘાત રુપે આજે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર દલિતોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થિતિ કાબુ બહાર જતી રહેતા મહારાષ્ટ્રમાં અને પૂણેમાં દલિતોની સામે મરાઠાઓ અને અન્ય જાતીના લોકોનું ઘર્ષણ થયું હતું.
ગુસ્સે ભરાયેલા દલિતોએ મુંબઇમાં ઠેરઠેર દેખાવો કર્યા હતા, મરાઠા અને દલિતો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. આ ઘર્ષણ હિંસાત્મક બની જતા ૧૬૦ જેટલી બસોને સળગાવવામાં આવી કે ક્ષતી પહોંચાડાઇ હતી, રેલવે ટ્રેકને બ્લોક કર્યા હતા અને પથ્થરમારો કર્યો હતો.

શહેરની હાર્બર રેલવે સર્વિસને ૧૫ મિનિટ માટે અટકાવી દેવાઇ હતી. બીજી તરફ હિંસાને શાંત કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જે દલિત યુવકનું મોત નિપજ્યું છે તેની ન્યાયીક તપાસના આદેશ આપ્યા છે. જ્યારે માર્યા ગયેલા યુવકના પરિવારને ૧૦ લાખની સહાયની જાહેરાત પણ કરી હતી.  સમગ્ર મામલે વિવાદ પૂણેથી શરુ થયો હતો, અહીં ૧૮૧૮માં અંગ્રેજો અને પેશવા વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધને અંગ્રેજો દલિતોની મદદથી જીત્યા હતા, અંગ્રેજોમાં એક મહાર રેજિમેન્ટ હતી જેમાં બધા દલિતો હતા.

પેશવા શાસનમાં દલિતો પર અત્યાચાર પણ બહુ થતા હોવાને કારણે દલિતો અંગ્રેજોની સાથે મળીને આ યુદ્ધ લડયા હતા. જેમાં પેશવાઓ હાર્યા હતા અને દલિતોની જીત થઇ હતી.

આ યુદ્ધને શૌર્ય દિવસ તરીકે જ્યારે પૂણેમાં ઉજવવા માટે હજારો દલિતો ભેગા થયા હતા ત્યારે તેમના પર ભારે પથ્થરમારો થયો હતો.

આ હિંસા હવે મહારાષ્ટ્રમાં ફેલાઇ ગઇ છે. અહીં પણ જાતી-જાતી વચ્ચે ઘર્ષણ વધી ગયું છે. જેને શાંત કરવા માટે આશરે ૩૦,૦૦૦ પોલીસ તૈનાત કરાઇ છે. અનેક વિસ્તારોમાં હિંસાની સ્થિતિને પગલે લોકોમાં ભયનો પણ માહોલ છે.

બીજી તરફ હિંસાત્મક વિરોધ કરી રહેલા આશરે ૧૦૦ જેટલા લોકોને ડિટેઇન કરાયા હતા. હિંસાને રોકવામાં નિષ્ફળ મહારાષ્ટ્ર સરકારને આંબેડકરના પુત્ર પ્રકાશ આંબેડકરે ઘેરી હતી અને બુધવારે મહારાષ્ટ્ર બંધનુ એલાન આપ્યું હતું. સાથે દલિતોને શાંતી જાળવવાની અપીલ પણ તેઓએ કરી હતી.

ચેમ્બુર, વિખરોલી, માનખુર્ડ, ગોવાંદી વગેરે સ્થળોએ ટ્રેનોને રોકવામાં આવી હતી. એનસીપીના વડા શરદ પવારે હિંસાને રોકવામાં નિષ્ફળ સરકાર પર આરોપો લગાવ્યા હતા અને સમગ્ર મામલે શાંતીની અપીલ કરી હતી.

તેઓએ કહ્યું હતું કે આ પ્રકારની જાતી-જાતી વચ્ચેની હિંસાને રોકવા માટે રાજનેતાઓ અને સામાજીક નેતાઓએ આગળ આવવું જોઇએ, આવા સમયે ભડકાઉ નિવેદનો કરવા કે ભાષણો કરવાને બદલે શાંતીની અપીલ કરવી જોઇએ.ઉના, રોહિત વેમુલા અને હવે ભીમા કોરેગાંવ RSS-BJPનું મોડલ : રાહુલ ગાંધી

કોરે ગાવને લઇને દલિતો અને મરાઠાઓ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શાંતિની અપીલ કરી હતી, સાથે ભાજપ-આરએસએસ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલે જણાવ્યું હતું કે પહેલા ગુજરાતના ઉનામાં બાદમાં મધ્ય પ્રદેશ અને હૈદરાબાદ સેન્ટ્રલ યુનિ.માં દલિતો પર અત્યાચાર થયા હતા ભીમા કોરેગાવમાં પણ આ જ પ્રકારના અત્યાચાર કરાઇ રહ્યા છે.

આરએસએસ અને ભાજપનું ફાંસીવાદી મોડલ ઇચ્છે છે કે દલિતો હંમેશા કચડાયેલા અને નીચે જ રહે. ઉના, રોહિત વેમુલા અને ભીરા કોરે ગાવ એ તેનું ઉદાહરણ છે.

ભીમા- કોરેગાવ ઘટનામાં એટ્રોસિટીનો કેસ દાખલ

પુણેમાં ભીમા- કોરેગાવ હિંસાચાર પ્રકરણમાં સંભાજી ભિડે ગુરુજી અને મિલિંદ એકબોટે સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહિલાની ફરિયાદને આધારે પિંપરી પોલીસે બંને સામે એટ્રોસિટી, દંગલ, શસ્ત્ર બંધીના નિયમનું ઉલ્લંઘન કરવા જેવો કેસ નોંધીને વધુ તપાસ હાથધરી છે.

દરમિયાન સંભાજી ભિડેના શિવ પ્રતિષ્ઠાન અને હિંદુ એક્તા આઘાડીના કાર્યકર્તાઓએ ભીમા- કોરેગાવ વિજયસ્તંભ પાસે આવેલા લોકો પર પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બંનેના કારણે પરિસ્થિતિ વધુ તનાવપૂર્ણ બની ગઇ હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે.

ભીમા-કોરેગાવમાં હિંસાચારમાં એક જણે જીવ ગુમાવ્યો હતો. પબલ અને શિકરાપૂર ખાતે વિવાદ થયો હતો અને મામલો વધુ બિચક્યો હતો. અનેક વાહનો પર પથ્થરમારો કરીને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સંપૂર્ણ મહારાષ્ટ્રમાં તંગદિલી ફેલાઇ હતી.

Post Comments