Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસ પાર્ટીએ લોકશાહી ટકાવી એટલે 'ચા વાળો' ભારતનો વડા પ્રધાન બની શક્યો : મલ્લિકાર્જુન ખરગે

- મહારાષ્ટ્રના કાર્ય કર્તાઓનું કર્યું નવા પ્રભારીએ માર્ગદર્શન

(વિશેષ પ્રતિનિધિ)મુંબઇ, તા.9 જૂલાઇ 2018 સોમવાર

કોંગ્રેસ પાર્ટીએ ૭૦ વર્ષોથી ભારતમાં લોકતંત્ર ટકાવી રાખ્યું એટલે જ એક ચાવાળો વડાપ્રધાન બની શક્યો, આવા શબ્દોમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસની જનરલ સેક્રેટરી અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નવા પ્રભારી સાંસદ મલ્લિકાર્જુન ખરગેએ નરેન્દ્ર મોદીની ટીકા કરી.

૭૦ વર્ષો કોંગ્રેસે કશ્શુ જ કર્યું નથી એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્યનો ખરગેએ પલટવાર કર્યો હતો. મોહન પ્રકાશને મહારાષ્ટ્ર કોંગ્રેસના ઇન્ચાર્જ પદ ઉપરથી હટાવીને લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખરગેની નવા પ્રભારી તરીકે નિમણૂંક કર્યા બાદ બે દિવસની મુંબઇની મુલાકાતે  આવેલા મલ્લિકાર્જુન ખરગેએ દાદરના ટિલક ભવનમાં પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોને અને પછી યશવંતરાવ ચવ્હાણ કેન્દ્રમાં કાર્યકર્તા મેળાવડાને સંબોધન કરતા રાહુલ ગાંધીની સંકલ્પનામાંથી બનાવવામાં આવેલા શક્તિ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો અને ભાજપ સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યા.

૭૦ વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? એવો સવાલ નરેન્દ્ર મોદી કરે છે. અમે કશું કર્યું ના હોત તો મોદી આજે વડાપ્રધાન પદની ખુર્શી ઉપર બેસ્યા ના હોત. અમે લોકતંત્ર ટકાવ્યું, બચાવી રાખ્યું એટલે જ એક ચહાવાળો આજે વડા પ્રધાન પદની ખુર્શી ઉપર બેસી શક્યો. રોજ એક એક બ્રીજ ધસી રહ્યાં છે, પડી રહ્યા છે. પહેલા આ બધા પડતા બ્રીજને રોકો, રેલવે ટ્રેક સુધારો, પછી બુલેટ ટ્રેનની વાતો કરો.

દેશમાં ગૌરક્ષાના નામે લોકોને મારવામાં આવી રહ્યા છે. દલિત, આદિવાસી, લઘુમતિના લોકો ઉપર અત્યાચાર વધી રહ્યા છે. દેશમાં લોકોમાં બીક બેસી ગઇ છે. ભયનું વાતાવરણ બન્યું છે. સંવિધાન ટકશે તો જ દેશ ટકશે. રાજકારણમાં સત્તા આવે છે અને સત્તા જાય છે પણ વિચારધારા ટકવી જોઇએ. દેશનું સંવિધાન ટકાવવા માટે મતભેદો  દૂર કરીને આંતર વિગ્રહો ભૂલી જઇને એક થાઓ અને કોંગ્રેસની સત્તા પાછી લાવનો, એવી અપીલ મલ્લિકાર્જૂન ખરગેએ કોંગ્રેસ કાર્યકર્તાઓને કરી. કેન્દ્રના માજી ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદે, માજી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, પ્રદેશાધ્યક્ષ અશોક ચવ્હાણ, માણિકરાવ ઠાકરે, નસીમ ખાન, વસંત પુરકે સહ પ્રભારી સોનલ પટેલ, આશિષ દુઆ,  વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતાં.
 

Post Comments