Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધનનો નિર્ણય રાહુલ ગાંધી અને પવાર કરશે

- ૨૦૧૪માં એક બીજા સાથે છેડો ફાડયા પછી બંને કોંગ્રેસના નેતાઓ ભાનમાં આવ્યા

મુંબઈ તા.૭ ફેબ્રુઆરી 2018 બુધવાર

કોંગ્રેસ અને એનસીપી આ બન્ને કોંગ્રેસનું ગઠબંધન  કરવું કે શોર શેઅરીંગ/ જોડાણ કરવું આ પ્રત્યેનો નિર્ણય મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણ અને મહારાષ્ટ્રના એનસીપીના અધ્યક્ષ સુનીલ તટકરેએ કોંગ્રેસના  રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર આ બન્ને શીર્ષ નેતૃત્વ ઉપર સુપરત કર્યો છે.

૨૫ સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને તત્કાલીન વિપક્ષ નેતા એકનાથરાવ ખડસે પાટિલએઐ શિવસેના- ભાજપની ૨૫ વર્ષ જૂની યુતિ તોડી નાંખવાની જાહેરાત કરી અને બરાબર અડધો કલાકમાં જ ૧૫ વર્ષનું કોંગ્રેસ એનસીપીનું ગઠબંધન તોડવાની પણ ઘોષણા એનસીપી તરફથી કરવામાં આવી. એનસીપીના મહારાષ્ટ્રના નેતાઓ ત્યારના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની  કાર્ય પદ્ધતિ ઉપર નારાજ હતા. પૃથ્વીરાજ બાબાના કારણે લોકસભામાં બંને કોંગ્રેસને ૪૮માંથી માત્ર ૪ બેઠકો મળી હોવાનો સંતાપ એનસીપીએ વ્યક્ત કર્યો હતો.

૨૦૧૪ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં લોકોએ બંને કોંગ્રેસને વિપક્ષમાં બેસાડયા બાદ ત્રણ વર્ષ પછી ભાજપ સકકારના વિરોધમાં વિપક્ષોને એક બેનર હેઠળ લાવવાના પ્રયાસ પૂરજોશથી શરૃ થયા અને હવે ભાનમાં આવેલા નેતાઓએ ૨૦૧૯માં આગામી બધી ચૂંટણી એક સાથે લડવા માટે અને એના પહેલા સરકારના વિરોધમાં આંદોલન  કરવા માટે એકત્ર આવવાનો વિચાર કર્યો.

શિવસેના- ભાજપને ટક્કર આપવી હશે તો બંને કોંગ્રેસને એકત્ર આવવું જ પડશે. આજ સમયની માગ છે એવું મેતવ્ય પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ અજીતદાદા પવાર, ધનંજય મુંડે, સુનીલ તટકરે, દિલીપ વળસે પાટિલ, રાધાકૃષ્ણ વિખેપાટિલ આ નેતાઓએ બોલી બતાવ્યું અને ગઠબંધનો નિર્ણય લેવામાં અધિકાર રાહુલ ગાંધી અને શરદપવાર આ બન્ને પાર્ટીઓમાં રાષ્ટ્રીય અધ્યક્ષોને સુપરત કરવામાં આવ્યા દેશ અને રાજ્ય સ્તર ઉપર કેવી રીતે ગઠબંધ કરવું એનો નિર્ણય ગાંધી પવાર કરશે, એમ કહેવામાં આવ્યું.

Post Comments