Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માલદિવ્ઝમાં રાજકીય અંધાધૂંધીને લીધે પ્રવાસ રદ કરવા માંડેલા મુંબઇગરાઓ

- કેન્દ્ર સરકારે પણ દેશવાસીઓને ટ્રીપ માંડી વાળવાની સલાહ આપી

મુંબઇ, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

ટાપુઓના દેશ માલદિવ્ઝમાં સર્જાયેલી ગંભીર રાજકીય અંધાધૂંધીને પગલે ત્યાં ફરવા જનારા મુંબઇના પ્રવાસીઓ ધડાધડ ટ્રીપ રદ કરવા માંડયા છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ ૧૮ ટકા મુંબઇવાસીઓએ માલદિવ્ઝ જવાનું માંડી વાળ્યું છે. ભારત સરકારે દેશવાસીઓ માટે એડવાઇઝરી બહાર પાડી માલદિવ્ઝ નહીં જવાની સલાહ આપી છે.

માલદિવ્ઝની સુપ્રીમ કોર્ટે રાજકીય કેદીઓને છોડી મૂકવાનો અને વિપક્ષી સાંસદોને ફરી તેમના પદ પર નિમવાનો આદેશ આપ્યો એ માનવાનો વર્તમાન પ્રમુખ અબ્દુલ યામીને ઇનકાર કર્યા બાદ માલદિવ્ઝમાં ગંભીર કટોકટી ઉભી થઇ છે. આ પરિસ્થિતિમાં ટુરિસ્ટોને સલાહ આપવામાં આવી છે કે અત્યારે માલજદિવ્ઝ જવાનું માંડીવાળે.

Post Comments