Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્લેક લિસ્ટ કેોન્ટ્રેકટ કોન્ટ્રેકટરોને ફરી લાભ આપવાનો પ્રસ્તાવ ફગાવાયો

- સ્થાયી સમિતિની બેઠકમાં નગરસેવકોએ વહીવટીતંત્રને આડે હાથ લીધું

મુંબઈ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

કચરાના ગોટાળામાં સામેલ કોન્ટ્રાકટરોને   એક વખત ફરી કોન્ટ્રાકટ આપવાનો મુંબઈ મહાનગરપાલિકાના પ્રયાસને નગરસેવકોએ નિષ્ફળ બનાવ્યો હતો.  એટલે કે પાલિકાએ ખુદ   બ્લેક લિસ્ટમાં મૂક્યા હતા. તેઓને કોન્ટ્રાકટ આપવાનો ઘાટ ઘડયો હતો.

મુંબઈ મહાનગરપાલિકાએ આ અંગે તૈયાર કરેલા પ્રસ્તાવને સ્થાયી સમિતિની બેઠક સમક્ષ  સ્વીકૃતિ રજૂ કર્યો હતો પણ આ પ્રસ્તાવ સંબંધે  તમામ રાજકીય પક્ષના નગરસેવકોએ એક થઈને વિરોધ દર્શાવ્યો હતો અને વહીવટીતંત્રને  આડે હાથ લઈને હોબાળો મચાવ્યો હતો અને પ્રસ્તાવને રદ્દ બાતલ કરાયો હતો.
આખરે સ્થાયી સમિતિના અધ્યક્ષ રમેશ કોરગાંવકરે બ્લેકલિસ્ટ  થયેલા કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ નહીં આપવાનો નિર્દેશ વહીવટીતંત્રને આપ્યો હતો.

પાલિકાએ તળ મુંબઈ અન ેપશ્ચિમ ઉપનગરમાંથી કચરો ઉપાડીને ડમ્પિંગ ગ્રાઉન્ડ  પર નિકાલ કરવાનો કોન્ટ્રાકટ કોન્ટ્રાકટરોને આપવાનો પ્રસ્તાવ સ્થાયી સમિતિની બેઠક સમક્ષ રજૂ કર્યો હતો. જે કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ  આપવાનો હતો. તેઓ સામે થોડાક  મહિના પૂર્વે ગોટાળાનો આક્ષેપ મૂક્યો હતો અને પોલીસમાં પણ તેઓ સામે ગુનો નોંધાવ્યો હતો.

મુંબઈમાંથી અલગ અલગ સ્થળોએ કચરો જમા કરીને તેને ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠાલવવા માટે ૧૩ ગુ્રપ બનાવ્યા હતા. એમાંથી પાંચ ગુ્રપને કોન્ટ્રાકટ આપવાના હતા. મુંબઈમાંથી કોલાબા, પ્રભાદેવી સહિત ગોરેગામ અને અન્ય પરિસરનો કચરો ઉપાડીને ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ઠાલવવાનો પ્રસ્તાવ હતો.

Post Comments