Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવાદના વમળમાં ફસાયેલી ફિલ્મ 'પદમાવતી' પર પ્રતિબંધ મૂકવાની ભાજપની માગણી

- ૧ ડિસેમ્બરના રોજ રિલીઝ થવા પૂર્વે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

નિર્માતા દિગ્દર્શક સંજય લીલા ભણશાળીના વિવાદાસ્પદ ફિલ્મ 'પદમાવતી' દેશ લોકોની ભાવનાઓ સાથે છેડછાડ કરતી છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશન (સીબીએફસી) અને ઇન્ફોર્મેશન અને  બ્રોડકાસ્ટીંગ પ્રધાન સમૃતિ ઇરાનીને પત્ર લખ્યો હોવાનું ભાજપના વિધાનસભ્ય રાજ પુરોહિતે જણાવ્યું હતું. આ ફિલ્મ બાબતે મહારાષ્ટ્રના કરણી સેનાએ વિરોધ દર્શાવ્યો હતો. તેના પ્રતિનિધિઓની હાજરીમાં રાજ પુરોહિતે પત્રકાર પરિષદ યોજી હતી.

ભણશાળીએ 'પદમાવતી'  ફિલ્મમાં રાણી પદમીનીના ચરિત્રને ખોટી રજૂ કર્યું છે. ભારતીય સંસ્કૃતિની ગરિમા ધરાવતી વ્યક્તિનો ઇતિહાસ ખોટી રીતે દર્શાવવાની સ્વીકૃતિ કોઇને પણ નથી એમ પુરોહિતે જણાવ્યું હતું.આ ફિલ્મ રાજસ્થાનથી માંડીને દેશભરના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે.

રાણી  પદમાવતીએ કદી નૃત્યુ કર્યું નથી. રાજવી પરિવાર માન મર્યાદામાં રહે છે. જ્યારે રાણી પદમાવતીનો પતિ મૃત્યુ પામે છે અને દુષ્ટ મોગલ રાજા તેમના શરીરને હાથ સુદ્ધા લગાડે નહી એટલે રાણી પદમાવતીએ અગ્નિ સ્નાન  કર્યું હતું. પણ ફિલ્મમાં ઇતિહાસના તથ્યને ખોટી રીતે રજૂ કર્યો હોવાનો દાવો તેમણે કર્યો હતો. ફિલ્મમાં રાણીનું નૃત્ય દર્શાવવું તે પણ ખોટું છે. આ રાજપૂત સંસ્કૃતિમાં આ બિલકુલ નથી, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશની શાનને ઠેસ પહોંચાડતી આ ફિલ્મને કોઇ પણ કિંમત પર દેશભરમાં ભાજપ પ્રદર્શિત નહિ કરવા દઇએ. પત્રકાર પરિષદમાં કરણી સેના તથા રાજસ્થાનના ૩૬ જાતિના કાર્યકર્તાઓએ સંજય લીલા ભણશાળી મુર્દાબાદના જોરદાર નારા લગાડીને વિરોધ સુદ્ધા પ્રગટ કર્યો હતો. ૨૦ નવેમ્બરના રોજ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રાજસ્થાન સમાજ, કરણી સેના સાથ અન્ય સંગઠનોના પદાધિકારીઓ મળીને ફિલ્મ પદમાવતી પ્રદર્શિત  પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીશું. જો કે આ ફિલ્મ ૧ ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

Post Comments