Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: અર્જુન કપૂર માટે શ્રીદેવી મા નહોતી, ઈન્ટરવ્યૂમાં કર્યો હતો ખુલાસો

- શ્રીદેવી પોતાના પિતાની પત્ની છે, આથી વધારે કશું જ નહીં

મુંબઇ, તા. 27 ફેબ્રુઆરી 2018,

સદાબહાર અભિનેત્રી અને પદ્મશ્રી શ્રીદેવીનું 24મી ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. હંમેશા હસતી રહેતી અને સદમા જેવી વિખ્યાત ફિલ્મો આપનારી શ્રીદેવી તેના ચાહકોને સદમા આપતી ગઇ છે.

શ્રીદેવી દુબઇમાં પતિ બોની કપૂર અને બન્ને પુત્રી સાથે પરીવારના એક સભ્યના લગ્નપ્રસંગમાં ગઇ હતી, દરમિયાન મોડી રાત્રે અચાનક હ્ય્દય રોગનો હુમલો આવ્યો હતો, જેને પગલે સ્થળ પર જ તેનું નિધન થયું હતું.

દેવીનું 54 વર્ષની ઉંમરમાં નિધન થતા જ સમગ્ર બોલિવૂડ આઘાતમાં સરી ગયું હતું. શ્રીદેવીના ઘર બહાર ભીડ જામી ગઈ હતી. બોલિવૂડ તથા સાઉથના સુપર સ્ટાર્સ અનિલ કપૂરના ઘરે પણ પહોંચી ગયા હતા.

શ્રીદેવીના મોટાભાગના લોકો સાથે સારા સંબંધ હતા, જોકે તેમના સાવકા દીકરા અર્જુન કપૂર સાથે બનતું નહોતું. આ વાત જગજાહેર હતી અને અર્જુને પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. આ પેકેજમાં અમે સાવકા સંતાનો અને તેની માતાઓ વચ્ચેના સંબંધો અંગે જણાવી રહ્યા છીએ.

અર્જુન ફક્ત અભિનેત્રી શ્રીદેવી સાથે જ નહીં, પણ તેનાં સંતાનો સાથે પણ કોઈ સંબંધ રાખતો નહોતો. અર્જુનને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેની જિંદગીમાં શ્રીદેવી અને તેમની દીકરીઓ જાહનવી અને ખુશી કોઈ મહત્ત્વ ધરાવતી નથી. અર્જુને કહ્યું હતું કે અમે ખરેખર નથી મળતાં અને સાથે સમય પણ વિતાવતાં નથી, કારણ કે તેઓ મારા માટે છે જ નહીં.


 

Post Comments