Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુરાતત્વવિદોને મનોરી ખાતેથી મધ્ય પાષાણ યુગના ઓજારો મળી આવ્યાં

- ઓજોરો અંદાજે ૧૫ હજાર વર્ષ જેટલાં પ્રાચીન છે

- મળી આવેલા ચકમકતા પથ્થર તથા ધારદાર ઓજારો ૧૫ હજાર વર્ષ પૂર્વ ત્યા માનવવસતિ હોવાના સંકેતરૃપ

મુંબઇ તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

પુરાતત્વવિદાનો ઉત્તર મુંબઇના મનોરી ખાતેથી મધ્ય પાષાણ યુગના પથ્થરના ઓજારો મળી આવ્યા છે. જે દર્શાવે છે કે એ વિસ્તારમાં ૧૦થી ૧૫ હજાર વર્ષ પહેલા માનવ વસાહત હશે.

સેન્ટર ફોર એકસ્ટ્રા મ્યુરલ સ્ટડીઝ (સીઇએમએસ) સેન્ટર ફોર આક્યોલોજી, યુનિવર્સિટિ ઓફ મુંબઇ, સાઠયે કોલેજ તથા ઇન્ડિયા સ્ટડી સેન્ટર ટ્રસ્ટ (આઇએનએસટીયુસીઇએન) દ્વારા હાથ ધરાયેલા સાલ્સેટ (બેટ) આર્ક્યોલોજીકલ એક્સપ્લોરેશન પ્રોજેક્ટ અન્વયે એક ટેકરીના ખોદકામ દરમિયાન નાના કદના ચકમક (જેની સાથે લોખંડ અફાળતાં અગ્નિ ઝરે છે)ના પથ્થર મળી આવ્યા હતા. સાલ્સેટ બેટમાં માહિમથી વસઇની ખાડી સુધીના (મોટે ભાગે હાલના મુંબઇ ઉપનગરીય જિલ્લા)ના વિસ્તારનો સમાવેશ થાય છે.

મનોરી દરિયા કિનારા નજીકની ટેકરી ખાતેથી ચકમક પથ્થર સહિત પાષાણાના ઓજારો મળી આવ્યા હતા નિષ્ણાતો માને છે કે આ વિસ્તારમાં આ પ્રકારના ઓજાર બનાવવાનું કારખાનું કદાચ હોઇ શકે.
મુંબઇમાં પાષાણ યુગમાં માનવ વસતિ હતી કે કેમ તે નિશ્ચિત કરવા માટે આ ઓજારો મહત્વના બની રહેશે એમ સંશોધકોએ જણાવ્યું હતું.

ધારદાર ઓજારો સાથે ઓજાર બનાવવાનો કાટમાળ (શિલાચૂર્ણ) મળી આવ્યો હતો તેથી એ સ્થળે ઓજારનું કારખાનું હશે એમ માનવામાં આવે છે. માહિતીના સમયની તુલના કરીને કહી શકાય કે આ ઓજોરો અંદાજે ૧૫ હજાર વર્ષ જેટલાં પ્રાચીન છે એમ મદદનીશ પ્રાધ્યાપક (પુરાતત્વ) અને મુંબઇ યુનિવર્સિટીના સેન્ટર ફોર એકસ્ટ્રા મ્યુરલ સ્ટડીઝના કોઓર્ડિનેટર ક્રુશ દલાલે કહ્યું હતું.

Post Comments