Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંચાઈ કૌભાંડ સંબંધી કેસમાંથી અજીત પવારનું નામ કાઢી નાખવાનો કોર્ટનો ઈનકાર

- એનસીપીના નેતાની ભૂમિકા વિશે સરકારી પક્ષની ચુપકિદીને લઈને કોર્ટે ઝાટકણી કાઢી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના નેતા અજીત પવાર માટે મુશ્કેલી ઊભી થાય એવા સમાચારમાં બોમ્બે હાઈ કોર્ટે કરોડોના સિંચાઈ કૌભાંડમાં પ્રતિવાદીઓની યાદીમાંથી તેમનું નામ બાદ કરવાનો ઈનકાર કર્યો છે. કૌભાંડમાં પવારની ભૂમિકા વિશે પૂછવામાં આવતાં સરકારી વકિલે જવાબ નહીં આપતાં  ન્યાયમૂર્તિ ભૂષણ ધર્માધિકારી અને સ્વપના જોશીની બનેલી નાગપુર બેન્ચે સરકારનો ઉધડો લીધો હતો. અરજદારે પવાર સામે લાગુ કરેલા આરોપો સાથે તેઓ સંમત છે કે નહીં એ બાબતે વલણ સ્પષ્ટ કેમ નથી કરતા અને ચુપકીદી કેેમ સેવી છે? એમ સવાલ કરીને ઝાટકણી કાઢી હતી.

અરજદાર અતુલ જગતાપે આરોપ કર્યો હતો કે બજોરિયા કન્સ્ટ્રક્શન કંપનીને આપેલા સિંચાઈ પ્રકલ્પોમાં મોટી ગેરરીતિઓ આચરાઈ છે. બજોરિયા કંપનીના માલિક સંદીપ બજોરિયા એનસીપીના વિધાન પરિષદના સભ્ય હતા અને પવારના નિકવર્તી માનવામાં આવે છે. બનાવટી દસ્તાવેજોને આધારે કંપનીએ સિંચાઈના અનેક પ્રકલ્પો પોતાની પાસે લીધા હોવાનો અરજીમાં આરોપ કરવામાં આવ્યો છે. પવાર સિંચાઈ ખાતુ સંભાળતા હતા ત્યારે કોંગ્રેસ-એનસીપી શાસન દરમ્યાન પવારના કહેવાથી બજોરિયા કન્સ્ટ્રક્શનને પ્રોજેક્ટ આપ્યા હતા.

સિંચાઈ પ્રકલ્પ સંબંધી નોંધાવેલા જવાબમાં સરકારે પવારનો ઉલ્લેખ  નહીં કરતાં કોર્ટે ઝાટકણી કાઢી હતી. પવારે વકિલ દ્વારા કોર્ટમાં અરજી કરીને પ્રતિવાદીઓમાંથી પોતાનું નામ કાઢી નાખવાની વિનંતી કરી હતી. પવાર સામે કોઈ સીધા આરોપ નથી અને પોતાને સંડોવવાનું રાજકીય કાવતરુંહોવાનું જણાવ્યું હતું. જોકે કોર્ટે નામ કાઢવાનો ઈનકાર કર્યો છે.

Post Comments