Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અભિનેતા જીતેન્દ્રએ યૌન શોષણ કર્યાનો નજીકની સંબંધી મહિલાનો આરોપ

- ૪૭ વર્ષ પહેલાં

- વિતેલા વર્ષોના એક્ટરે આરોપને સાવ મનઘડંત અને પાયાવિહોણો ગણાવ્યો

મુંબઇ, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

૪૭ વર્ષ અગાઉ શિમલામાં શૂટિંગ દરમિયાન અભિનેતા જીતેન્દ્રએ યૌન શોષણ કર્યું હોવાનો તેની સંબંધી મહિલાએ આક્ષેપ કરતા સનસનાટી ફેલાઇ ગઇ છે. હિમાચલ પ્રદેશના ડીજીપી પાસે તેણે લેખિતમાં ફરિયાદ કરી હતી. જો કે જીતેન્દ્રના વકીલે આ તમામ આરોપ ફગાવી દીધા છે.

વર્ષ ૧૯૭૧માં જીતેન્દ્ર ૨૮ વર્ષના અને પિડીતા ૧૮ વર્ષની હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે શિમલામાં ફિલ્મના શૂટિંગના સેટ પર જીતેન્દ્ર તેને લઇ  ગયા હતાં.  પછી શિમલામાં જીતેન્દ્રએ તેને પોતાની વાસનાનો ભોગ બનાવી હતી. માતા-પિતાના મૃત્યુ પછી પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. તે સમયે માતા-પિતાને દુખ ન થાય માટે તેણે આ મામલાની જાણ કરી ન હોવાનું કહેવાય છે.

બીજી તરફ અભિનેતા જીતેન્દ્રના વકીલ રિઝવાન સિદ્દીકેએ કહ્યું હતું કે મારા ક્લાયન્ટના જણાવ્યા મુજબ આવી કોઇ ઘટના બની જ નથી. આશરે ૫૦ વર્ષે કરવામાં આવેલા આ પ્રકારના પાયા વિહોણા, આધાર રહીત આક્ષેપને કોઇપણ કોર્ટ કાયદાનો અમલ કરતી એજન્સીએ દાદ આપવી ન જોઇએ. કોઇપણ કેસની ત્રણ વર્ષમાં ફરિયાદ કરવી જોઇએ આથી કેસની યોગ્ય તપાસ થઇ શકે અને સમયસર ન્યાય આપી શકાય. કાયદો કોઇપણ વ્યક્તિની આ રીતે ખોટા આક્ષેપ કરવાની મંજૂરી આપતો નથી.

Post Comments