Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હડતાળ પાડવા બદલ નાગપુરના ૩૫૦ રેસિડેન્ટ ડોક્ટરો સસ્પેન્ડ

- મહિલાનો મૃતદેહ સરકારી હોસ્પિટલના પરિસરમાંથી મળતા ડોક્ટરોએ અસલામતી અનુભવી વધુ સુરક્ષાની માગણી સાથે

મુંબઇ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

છેલ્લા પાંચ દિવસથી ફરજ પર હાજર ન થવા બદલ નાગપુરની ગરર્ન્મન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જીએમસીએચ)ના લગભગ ૩૫૦ રેસિડેન્ટ ડોક્ટરોને ગઈ કાલે સસ્પેન્ડ કરવામાં  આવ્યા હતા. રાજ્યના મેડિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ગિરિશ મહાજને મંગળવારે આ ડોક્ટરોને ચેતવ ણી આપતા જણાવ્યું હતું કે બે દિવસમાં ફરજ પર હાજર થઈ જાવ અન્યથા તમારે સસ્પેન્શનના પગલાનો સામનો કરવો પડશે.

હોસ્પિટલ ખાતેની સુર૭ામાં વધારો કરવાની માગણી સાથે રેસિડેન્ટ ડોક્ટરોએ શનિવારથી ફરજ પર હાજર થવાનું બંધ કર્યું હતું. છેલ્લા ૨૫ દિવસથી સુરક્ષા ચોકિયાતો વગર પોતે ફરજ બજાવતા હોવાનો દાવો ડોક્ટરોએ કર્યો હતો.

શનિવારે સવારે હોસ્પિટલના વોર્ડની નજીકની ઝાડીમાંથી હત્યા કરાયેલી એક મહિલાનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવતા જીએમસીએચમાં તંગદિલી ફેલાી હતી. અન્ય કોઈ સ્થળે મહિલાની હત્યા કરાઈ તેનો મૃતદેહ હોસ્પિટલના પરિસરમાં નાકી દેવાયાની શંકા છે. આ કારણે રેસિડેન્ટ ડોક્ટરોમાં અસલામતીની લાગણી પ્રસરી હતી.

મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ, જીએમસીએચના પ્રમુખ ડો. પ્રદીપ કાસવાને જણાવ્યું હતું કે અમારી સલામતી માટે આ હોસ્પિટલમાં અમને સુરક્ષા ચોકિયાતોની જરૃર છે. અમને સસ્પેન્ડ કરતા પત્રો આપવામાં આવ્યા છે, પરંતુ મહાજન અને ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સાથે અમારી  વાટાઘાટ ચાલે છે. દરેક બાબત અમને લિખિત સ્વરૃપે જોઈએ છીએ અન્યથા અમે અમારી હડતાળ યથાવત રાખીશું.
 

Post Comments