Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇના અતિવ્યસ્ત એરપોર્ટમાં ૧૧ વિમાન સેવાનો ઉમેરો

- આમાંની સાત ફલાઇટ આંતરરાષ્ટ્રીય

મુંબઇ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

અગાઉથી જ અતિવ્યસ્ત મુંબઇ એરપોર્ટમાં ૧૫મી ઓકટોબરથી શરૃ થયેલા શિયાળુ સમય પત્રકમાં વધુ ૧૧ ફલાઇટનો ઉમેરો થયો છે. આમાંની સાત વિમાન સેવા આંતરરાષ્ટ્રીય છે. આ બધી ફલાઇટ માટે  રાત્રે ૧૧.૦૦ વાગ્યાથી પરોઢિયે ૩.૦૦ વાગ્યા દરમિયાનનો સમય (સ્લોટ) ફાળવવામાં આવ્યો છે.

હજી ગયા મહિને જ સિડની-સ્થિત ઉડ્ડયન ક્ષેત્રની થિંક ટેંક 'સેંટર ફોર એશિયા પેસિફિક એવિયેશન' (સિએપીએ)એ જારી કરેલા અહેવાલ મુજબ મુંબઇ વિમાન મથક ચાર કરોડ ૮૦ લાખ પ્રવાસીઓને સંભાળવા સાથે તેની ૯૪ ટકા ક્ષમતા સુધી પહોંચી ગયું છે. એમ માનવામાં આવે છે કે વર્ષ ૨૦૧૮માં તે તેની ટોચ મર્યાદા સુધી પહોંચી જશે. હાલના તબક્કે મુંબઇ એરપોર્ટ પરથી દરરોજ ૯૩૦ વિમાનોનું ઉડાણ-ઉતરાણ થાય છે.

નવી ૧૧ વિમાન સેવાઓ માટે ફાળવવામાં આવેલા રાત્રે ૧૧.૦૦ વાગ્યાથી વહેલી સવારના ૩.૦૦ વાગ્યાના સમય પત્રક બાબતે વિમાન મથકના એક અધિકારીએ કહ્યું હતું કે ઘરેલું ફલાઇટના પ્રવાસીઓ મોડી રાતની વિમાન સેવા પસંદ નથી કરતાં. તેથી દિવસની તુલનામાં રાત્રે એરટ્રાફિક ઓછો હોય છે. વિવિધ એરલાઇન્સે એરપોર્ટના સંચાલકોને વધારાનો સ્લોટ આપવાની વિનંતી કરતી અરજી કરી હતી.

આ અરજી પછીથી 'એર ટ્રાફિક કંટ્રોલ' (એટીસી)ને મોકલી આપવામાં આવી હતી. અને એટીસીએ સમય પત્રકમાં કયો સમય ઉપલબ્ધ છે તેની ચકાસણી કરી હતી ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનાના  મધ્ય ભાગમાં 'ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન' (ડીજીસીએ)એ સંબંધિત સ્લોટ ફાળવ્યો હતો. મોટાભાગની નવી ફલાઇટ્સ લંડન, એમ્સટરડેમ, રિયાધ, કુવૈત અને કોલંબો જેવા દેશો માટેની છે.

'ગો એર' એ તેની સેવામાં મુંબઇથી પટણા અને પટણાથી મુંબઇની વધારાની ફલાઇઠ ઉમેરી છે. આ વિમાન સેવાના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે આ વર્ષે અમે ભારતમાં શિયાળામાં વધુ ૨૦૨ ફલાઇટ ઉમેરી છે. ગયા વર્ષે આ સમય દરમિયાન અમે ૧૭૧ ફલાઇટ ઉડાડી હતી. તેવી જ રીતે 'જેટ એરવેઝ' પણ તેની મુંબઇ-દિલ્હીની રોજિંદી ફલાઇટ વધારીને ૧૭ સુધી લઇ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇ હવાઇ મથક પરથી રાજધાની માટે દરરોજ ૫૦ જેટલાં વિમાનો ઉડાણ ભરે છે. 'જેટ એરવેઝ'એ તેની લંડન, કુવૈત રિયાધની ફલાઇટ્સમાં પણવધારો કર્યો છે. ડચની 'કેએલએમ'એ ૧૦ વર્ષના ગાળા બાદ તેની એમ્સટરડેમની વિમાન સેવા ફરીથી શરૃ કરી છે. આ એરલાઇન દર અઠવાડિયે ત્રણ વિમાન સેવા સાપે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 'ઇન્ડિગો'એ પણ તેની શિયાળું ફલાઇટમાં ઉમેરો કર્યો છે.

Post Comments