Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેનાના નેતાની કારમાંથી પકડાયેલા ૧.૧૧ કરોડ બેનામી

થાણે, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગયા વર્ષે નોટબંધી લાદવામાં આવ્યા બાદ શિવસેનાના નગરસેવક ધનંજય ગાવડે અને બીજા એક શખ્સની કારની ડિકીમાંથી ૧.૧૧ કરોડની રોકડ રકમ પકડાઇ હતી એ બેનામી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે એમ ઇન્કમ-ટેક્સ ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.

આવકવેરા ખાતાના એક  વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી મુજબ ૧૯૮૮ના પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટની કલમ ૭૧ હેઠળ આ રકમ બેનામી ગણાવી તેને જમા કરવાનો દિલ્હી સ્થિત સત્તાવાળાએ આદેશ આપ્યો હતો.

૧૫મી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ઇન્કમ-ટેક્સ અને ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરોએ નાલાસોપારા-વિરાર લિંક રોડ પર એખ કારને આંતરી હતી. આ કારમાં વસઇ-વિરારના નગરસેવક ધનજય ગાવડે અને હોટેલ માલિક સુદર્શન શેરેગર જઇ રહ્યા હતા. કારની તપાસ કરવામાં આવતા અંદરથી ૧.૧૧ કરોડની રોકડ અને બોન્ડ હસ્તગત કરવામાં આવ્યા હતા.

Post Comments