Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''મને અડશો નહીં : હું તો આખલો છું, મારાં શિંગડાં તમારા પેટમાં ભરાવી દઇશ''

- ભાજપના બહુ બોલકા નાના પટોલેએ પોતાના જ પક્ષને પડકાર્યો

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 9 નવેમ્બર, 2017, ગુરૂવાર

ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નાના પટોલેએ પોતાના જ પક્ષ સામે લાલઘુમ ચહેરો કર્યો છે. રાજ્યના ખેડૂતોની સમસ્યાઓનો કોઇ જ કાયમી ઉકેલ નહીં આવતો હોવાની નારાજી વ્યક્ત કરીને આ બહુ બોલકા નેતાએ પક્ષની ટોચની નેતાગીરીને આકરા શબ્દોમાં કહ્યું છે, મહેરબાની કરીને મને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરશો. હું તો આખલો છું.  મારાં અણિયાળાં શિંગડાં તમારા પેટમાં ભરાવીને ગોળ ગોળ ફેરવીશ.

લોકસભાના મહારાષ્ટ્રના ભંડારા- ગોંદિયા મત વિસ્તારના સંસદસભ્ય નાના પટોલેએ બહુ આક્રમક મિજાજમાં કહ્યું હતું કે મે પક્ષના ટોચના નેતાઓ સમક્ષ ખેડૂતોની સમસ્યાઓ વિશે વારંવાર રજૂઆત કરી છે. જો કે હું પક્ષ વિરોધી ગતિવિધિઓ કરતો હોવાનો આરોપ મારા ઉપર કરવામાં આવે છે. આ આરોપો તદ્દન જુઠા છે ખોટા છે. લોકો માટે સંઘર્ષ કરવો એ તો સારી નૈતિક ફરજ છે. મારી આદત છે. મને મંજૂર પણ છે. જો કે કોઇએ મારી વ્યક્તિગત બાબતોમાં પડવું નહી અને મારા રસ્તે કોઇએ જવું પણ નહીં. મને સ્પર્શ કરવાની ગુસ્તાખી નહીં કરવી હું તો આખલો છું એટલે મારા શિંગડાં તમારા પેટમાં ભરાવી દઇશ.

નાના પટોલેએ પોતાની પાર્ટીની ખેડૂતો પ્રત્યેની નીતિ વિશે પણ ઉગ્ર ટીકા કરી હતી. પાર્ટીના મુખ્ય પ્રવક્તા માધવરાવ ભાંડારીએ સંસદસભ્ય નાના પટોલેને પાટીના સ્ટેજ ઉપર પોતાની ભૂમિકા રજૂ કરવાની સલાહ આપી હતી. એના સંદર્ભમાં નાના પટોલેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોની બોલાવેલી બેઠકમાં પણ મેં મારી આજ ભૂમિકા રજૂ કરીને ખેડૂતોને ન્યાય અપાવવાની માગણી કરી હતી. પાર્ટીના સ્ટેજ ઉપર નેતાઓ સામે રજૂઆત કરી હોવાનો વળતો જવાબ પણ નાના પટોલેએ આપ્યો છે.

માધવરાવ ભાંડારીએ મને સલાહ આપવાની જરૃર નથી. અમક સમય પહેલા વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી નહીં મળવાથી મોઘરાવ ભાંડારી પોતે ગાયબ થઇ ગયા હતા. આવો ટોમો મારીને નાના પટોલેએ કહ્યું હતું કે મારું ઘર કાંચનું નથી પણ કોનાં ઘર કાંચના છે એની મને સારી જાણકારી છે.

શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સાથે મેં મુલાકાત કરીને ખેડૂતોની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ પણ મને ફોન કરીને ચર્ચા કરવાની તૈયારી દાખવી હતી. હું રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરીશ એવું પણ નાના પટોલેએ સ્પષ્ટ કર્યું હતું.
યશવંત સિન્હા, શત્રુઘ્ન સિંહા સાથે નાના પટોલે એક મંચ પર બેસશે. પહેલી ડિસેમ્બરે અકોલામાં સોયાબીન કપાસ અને ધાન પરિષદ યોજવામાં ાવી છે. આ પરિષદ માટે ભાજપના નેતાઓ યશવંતસિન્હા, અને શત્રુઘ્ન સિંહા સાથે નાનાપટોલે પણ એક મંચ ઉપર આવવાના છે. અગાઉ નાના પટોલેએ નાગપુર વિમાનમથક પર યશવંત સિંહાની મુલાકાત લીધી હતી.

Post Comments