Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વીણાબાને આજે તેમના પરીવાર તરફથી 'મધર્સ ડે'ની અનોખી ગિફ્ટ એટલે પરીવાર પાછો મળશે

Happy Mother's Day

જે આંગળી પકડી ચાલતા શીખ્યો એ આંગળી ધુ્રજવા લાગી ત્યારે જ તરછોડી દીધી

બાળપણમાં 'મા'ની આંગળી પકડી ચાલતા શીખે છે તે જ બાળક વૃદ્ધાવસ્થામાં માની આંગળી ધુ્રજવા લાગે ત્યારે જ તરછોડી દે છે. આજે વૃદ્ધાશ્રમોમાં માતાઓની સંખ્યા સવિશેષ વધી રહી છે. ત્યારે નારાણપુરાના 'જીવનસંધ્યા' વૃદ્ધાશ્રમમાંથી એક માતા વીણાબેન પટેલ ૧૪ વર્ષ પછી પુત્ર ગૃહે પરત થઈ રહ્યા છે. બે પૂત્રીઓ અને એક પુત્ર, પુત્રવધુ અને પૌત્ર ૧૪ વર્ષ દરમિયાન વૃદ્ધાશ્રમમાં ખબર અંતર પૂછવા આવતા હતા પણ આજથી વૃદ્ધાશ્રમને છોડી સ્વગૃહે પરત ફરવાનો આનંદ વીણાબેનને જ નહીં પણ તેમની સાથે અહીં વર્ષોથી રહેતી અન્ય વૃદ્ધાઓને પણ થયો છે. આજે રવિવારે સવારે કોલેજીયનની ફેરવેલની જેમ વીણાબેનની 'ફેરવેલ' જીવનસંધ્યા ખાતે તેમના પરીવારની હાજરીમાં યોજાશે. ત્યારે તેમની ખૂશીનો કોઈ પાર નહીં હોય. એમ પ્રેરણાબેન નાગરવાડીયા કહે છે.

વીણાબેનની જેમ અન્ય માતૃઓને પણ તેમના સ્વગૃહે જવાનો આવો મોકો મળે ત્યારે 'મધર્સ ડે'ની ઉજવણી થઈ ગણાશે. ૮૦ વર્ષના વીણાબાને આજે તેમના પરીવાર તરફથી 'મધર્સ ડે'ની અનોખી ગિફ્ટ એટલે પરીવાર પાછો મળશે.   
 

Post Comments