Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિલ્વ પત્ર

(૧) મૌન સર્વોત્તમ સંભાષણ ઃ મહર્ષિ વેદવ્યાસે ' મહાભારત' લખવા માટે ગણેશજીને પસંદ કર્યા. એ મુજ્બ મહાભારત લખવાની શરૃઆત થતાં વ્યાસજી બોલતા ગયા અને ગણેશજી લખતા ગયા. છેવટે ગણેશજીએ લખીને મહાભારત પૂરું કર્યું. ત્યારે વ્યાસજીએ તેમને કહ્યું ઃ' મહાભારત ! મેં ૨૪ લાખ શબ્દો બોલીને લખાવ્યું. આશ્ચર્ય છે કે આ દરમિયાન આપ એક પણ ન બોલ્યા. સર્વથા મૌન રહ્યા.' ગણેશજીએ કહ્યું ઃ' બાદરાયણ ! મોટું કામ સંપન્ન કરવા માટે શક્તિ જોઈએ અને શક્તિનો આધાર છે સંયમ. જો હું વાણીનો સંયમ ન રાખી શક્યો હોત તો આપનો ગ્રંથ કેવી રીતે તૈયાર થાત ?'

(૨) અપાર ધૈર્ય ઃ દેવર્ષિ નારદે ધ્રુવની નિષ્ઠાની કસોટી કરવા પૂછયું ઃ ' વત્સ ! ઘોર તપસ્યા કર્યા પછી પણ જો તને ભગવાનનાં દર્શન નહિ થાય તો તું શું કરીશ ?' ધ્રુવે સ્મિત કરતાં કહ્યું ઃ ' ભગવન્ ! તો પછી હું આગળ પણ તપ કરતો રહીશ અને માનીશ કે ઇશ્વરને મેળવવા માટે એક જન્મ પૂરતો નથી.' ઊંચ લક્ષ્ય નક્કી કર્યું હોય તો તે પૂર્ણ કરવા માટે અપાર ધીરજ અને પરાક્રમ અનિવાર્ય છે

(૩) ભગવાન પાસે શું માગવું ? ઃએક બ્રહ્મી લોકકથા છે. એમાં બે માણસો એક દેવને પ્રસન્ન કરે છે.
દેવ કહે છે ઃ'માગ, માગ , માગે તે આપું.' પહેલાએ માગ્યુ ઃ' પ્રભુ ! મને ધનવૈભવ, સુખશાંતિ અને સત્તા આપો.'

' મૂર્ખરાજ ! તથાસ્તુ ' કહી દેવે તેની ઇચ્છા પૂરી કરી. બીજાએ માગ્યું ઃ' પ્રભુ ! મને માણસ બનાવો.'
દેવે કહ્યું ઃ' માણસ તો તને બનાવેલો જ છે.' 'ના, એમ નહિ, મને સાચો માણસ બનાવો.'
' એવી અસ્પષ્ટ વાત ન કરીશ. તારે જે જોઈએ તે ચોખ્ખું માગ.' ' સારું ,મને સાદાઈ અને નમ્રતા આપો. પુરુષાર્થ અને પ્રામાણિકતા આપો. મને ધીરજ અને ખંત આપો. હા, મને સેવાભાવી અને શ્રદ્ધાન્વિત બનાવો.' ' બુદ્ધિમાન ! તથાસ્તુ'  કહી દેવ અંતર્ધાન થયા.

- કનૈયાલાલ રાવલ

Post Comments