Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપિકા પદુકોણ : એક દશકમાં કાપી લાંબી મજલ

ફરાહ ખાન દિગ્દર્શિત 'ઓમ શાંતિ ઓમ'થી બોલીવૂડ યાત્રા શરૃ કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણે ૧૦ વર્ષના સમયમાં પોતાની ઉત્કૃષ્ય અભિનય ક્ષમતાથી દર્શકો, વિશ્લેષકો અને દિગ્ગજ ફિલ્મ સર્જકોના દિલ જીતી લીધાં છે. તેણે બોલીવૂડમાં પદાર્પણ કર્યું ત્યાર તે સાવ કાચી હતી.

કહેવાનો અર્થ એ છે કે તે પોતાની જાતે કશું કરી શક્તી નહીં. જેમ પા પા પગલી કરતાં શીશુને માતા હાથ ઝાલીને ચલાવે એ રીતે ફરાહ ખાન તેને ચલાવતી. અને દીપિકા એટલાં જ પગલાં ભરતી જેટલાં ફરાહ ભરાવતી. પણ આજે  ફરાહ કહે છે કે મેં તેની સાથે વર્ષ ૨૦૧૪માં 'હેપ્પી ન્યુ યર' ફિલ્મ કરી ત્યાં સુધી દીપિકા એક અચ્છી અદાકારામાં પળોટાઇ ચૂકી હતી.

તે બધું પોતાની જાતે સમજવા અને કરવા લાગી હતી. મને ભાગ્યે જ કાંઇક તેને સમજાવવું પડતું. મેં તેને બોલીવૂડમાં હાથ ઝાલીને ચાલતાં શીખવ્યું ત્યારથી અમારો સંબંધ માતા-પુત્રી જેવો થઇ ગયો છે. જે આજે પણ અકબંધ છે.

મહત્વની વાત એ છે કે દીપિકાને તેની પહેલી ફિલ્મમાં જ 'બેસ્ટ ફીમેલ ડેબ્યુ'નું પારિતોષિક મળ્યું હતું. આમ છતાં તેની ત્યાર પછી આવેલી 'ચાંદની ચૌક ટુ ચાઇના' અને 'કાર્તિક કોલિંગ કાર્તિક' ફિલ્મો ફ્લોપ ગઇ હતી. પરંતુ વર્ષ ૨૦૧૨માં તેની કારકિર્દીમાં મહત્વનો વળાંક આવ્યો. 

વર્ષ ૨૦૧૨માં  અદાકારાને હોમી અડજાણિયાની ફિલ્મ 'કોકટેલ'માં હંમેશાં અસલામતી અનુભવતી પાર્ટી ગર્લની ભૂમિકા ભજવવાની તક મળી. અને આ રોલ તેણે બખૂબી નિભાવ્યો. તેવી જ રીતે 'યે જવાની હૈ દીવાની'માં તો તેણે એવો કમાલનો અભિનય કર્યો કે ફિલ્મ સર્જકોને ખાતરી થઇ ગઇ કે આ અદાકારામાં હુન્નર ઠાંસી ઠાંસીને ભરેલું છે. અને હવે તે તેની આવડત બહાર લાવી રહી છે.

વિશ્લેષકો કહે છે કે દીપિકા ધીમે ધીમે ચૂંટી ચૂંટીનો ફિલ્મો પસંદ કરવા લાગી હતી. અને તે ઇરાદાપૂર્વક અઘરી ભૂમિકાઓ પર પસંદગી ઉતારતી હતી. અને પોતાની પસંદગી પર ખરી પણ ઉતરતી હતી. તેણે સંજય લીલા ભણશાળીના ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'માં જે ભૂમિકા ભજવી તે સહેલી નહોતી.

અન્ય એક વિશ્લેષક કહે છે કે વાસ્તવમાં દીપિકા કંગના જેવી જન્મજાત અદાકારા નથી. કંગનાને અભિનય સહજ સાધ્ય છે. જ્યારે દીપિકાએ પોતાને પુષ્કળ પરિશ્રમ લઇને કેળવી છે. સામાન્ય રીતે કોઇ મોડેલ આટલી સફળ ત્યારે જ થાય જ્યારે ઇશ્વરે તેને   અભિનય ક્ષમતા ભેટમાં આપી હોય. બાકી મોડેલોને તો માત્ર હસતાં રહેવાનું અને સુંદર દેખાવાનું જ શીખવવામાં આવે છે.

તેમને સંવાદો યાદ રાખવાની ટેવ કે નથી હોતી. પરંતુ દીપિકો ફિલ્મોદ્યોગમાં આવીને આ બધું શીખી. 'પિકુ' અને 'બાજીરાવ મસ્તાની' તેના બોલતા પુરાવા છે. એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય કે તેણે રીતસર પોતાની જાતને અભિનેત્રીમાં તબદિલ કરી છે.

 

'પિકુ'ના સર્જક સુજીત સિરકાર કહે છે કે તેમણે દીપિકા પાદુકોણને તેના ઘરે મેકઅપ વિના અને સાદા પાયજામામાં જોઇ ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ આ ફિલ્મમાં તેને જ લેશે. તેઓ કહે છે કે મને એમ હતું કે અભિનેત્રી આ ફિલ્મ કરવા તૈયાર નહીં થાય. પણ તેણે માત્ર  પાંચ મિનિટનુ વર્ણન સાંભળીને આ ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી. અને એકસાથે અનેક કામ સંભાળતી, વિચિત્ર સ્વભાવના પિતાની પુત્રીનું પાત્ર સહજતાથી  ભજવ્યું હતું.

તેઓ આ ફિલ્મ સર્જન દરમિયાનની યાદો વાગોળતા કહે છે કે આપણે એમ માનીએ છીએ કે તે બહુ ઓછું ખાતી હશે. પણ તેને ખાવાપીવાનો બહુ શોખ છે. આ સિનેમાના શૂટિંગ દરમિયાન હું માછલી બનાવીને લઇ જતો ત્યારે તે આખો દિવસ માછલી જ ખાધા કરતી. આ ફિલ્મમાં હોમીઓપથી દવા વિશે ઘણું આવતું હતું. તેથી હું તેને આ દવા વિશે કાંઇ પણ કહેતો તો તે ધ્યાનથી સાંભળતી અને નવું નવું શીખવાનો પ્રયાસ કરતી. તેનામાં સ્ટાર જેવાં નખરાં નહોતા.

તે મારી સાથે એવી રીતે કામ કરતી જાણે તે મારી પડોશી હોય. મારા માટે સૌથી આનંદની વાત એ હતી કે આ ફિલ્મની રજૂઆત પછી તેની માતાએ મને ફોન કરીને કહ્યું હતું કે 'પિકુ' કર્યા પછી દીપિકાનું ડીપ્રેશન દૂર થઇ ગયું છે.

વ્યાવસાયિક ક્ષેત્રે અપ્રતિમ સફળતાપ્રાપ્ત કરી રહેલી દીપિકા ભારે હતાશામાં સરી પડી હતી. તે કહે છે કે એક તરફ મારી ફિલ્મો સફળ થઇ રહી હતી. અને બીજી તરફ હું સવારના માંદલી હોઉઁ એરીતે ઉઠતી. મારા પેટમાં ચૂંથારો થતો. હું સમજી ન શક્તી કે મને શું થઇ રહ્યું છે. મને એમ લાગતું કે હું કેટલોય સંઘર્ષ કરી રહી છું. મારા જીવનનો આ સૌથી કઠિન તબક્કો હતો.

તે વધુમાં જણાવે છે કે તીવ્ર હતાશાની સ્થિતિમાં માત્ર યોગ કે મેડિટેશનથી કામ નથી ચાલતું. તેમાંથી બહાર આવવા દવાઓની પણ જરુર પડે છે. અને મને પણ દવાઓ લેવાની આવશ્યક્તા પડી હતી. તેની સારવાર કરનાર મનોચિકિત્સક કહે છે કે આવા કેસમાં મગજના રસાયણોમાં ફેરફાર આવી જાય છે જેને દવાઓ દ્વારા સામાન્ય કરી શકાય  છે. સાથે સાથે યોગ, ધ્યાન અને અધ્યાત્મનો સુમેળ સાધવામાં આવે તો દરદીને જલદી ફાયદો થાય છે.

આજે દીપિકા પાસે બધું છે. તે બોલીવૂડમાં તેમ જ જાહેરખબરોમાં સૌથી વધુ મહેનતાણું મેળવે છે. હોલીવૂડમાં પણ તેણે ખાસ્સી નામના મેળવી છે. જોકે તે કહે છે કે હોલીવૂડમાં આરંભના તબક્કામાં મને તકલીફ પડી હતી. પણ હું બે દિવસમાં જ  ત્યાં  ગોઠવાઇ ગઇ.અને મને એવું લાગવા લાગ્યું કે જાણે હું મારા પોતાના જ ઘરમાં છું. તે પોતાના હોલીવૂડ સહકલાકાર વિશે કહે છે કે મને એમ લાગતું હતું કે તે બહુ ઘમંડી હશે. પણ તે અત્યંત નમ્ર છે. 

તાજેતરમાં 'વેનિટી ફેર'માં દીપિકાને હોલીવૂડમાં સ્ટારડમ મેળવનારા કલાકારોની યાદીમાં બીજા સ્થાને મૂકવામાં આવી હતી. આમ છતાં કહેવાવાળા લોકો એમ કહે છે કે આ  સ્ટારડમ પણ તેને સ્પર્શ્યું નથી. કદાચ આજે પણ તે અન્ય સામાન્ય છોકરીઓ જેવી યુવતી છે. અલબત્ત, દિલથી.  

Post Comments