Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Women's day 2018 : મહિલાઓના એકલા ફરવા માટે સુરક્ષિત છે આ સ્થળ

- જાણો, કેટલીક એવી જગ્યાઓ વિશે જ્યાં મહિલાઓ એકલા ફરવાનો આનંદ માણી શકે છે

અમદાવાદ, તા. 08 માર્ચ 2018, ગુરુવાર 
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર જાણો કેટલીક એવી જગ્યાઓ વિશે જ્યાં મહિલાઓ કોઇ પણ અસુરક્ષાની ચિંતા કર્યા વગર આરામથી ફરી શકે છે. આ સ્થળો પર મહિલાઓ માટે કોઇ પણ પ્રકારનું જોખમ રહેતું નથી, આ સ્થાન મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિથી સુરક્ષિત છે. 
 
રેઝ્વેક, આઇસલેન્ડ : 
આ સ્થળ મહિલાઓ માટે સુરક્ષિત છે અહીં તમે પોતાની ફ્રેન્ડ્સની સાથે એકલા આવી શકો છો. અહીં આવીને તમે ગ્લેશિયર હાઇકિંગ, સ્કીઇન્ગ, વાઇકિન્ગ અને હોર્સ રાઇડિંગનો ભરપૂર આનંદ માણી શકો છો. 
 
ટૉક્યો, જાપાન : 
મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિથી આ ખૂબ જ સુરક્ષિત દેશ છે. અહીં મહિલાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એવામાં વગર કોઇ ચિંતાએ મહિલાઓ અહીં આવીને શૉપિંગની મજા માણી શકે છે. 
 
ટોરન્ટો, કેનેડા : 
આ સ્થાન મહિલાઓ માટે સુરક્ષિત તો છે જ આ સાથે જ અહીંયા મહિલાઓ ફરવાની સાથે-સાથે ખાવા-પીવાનાં ઑપ્શનને પણ આરામથી પસંદ કરી શકે છે. 
 
સિયોલ, દક્ષિણ કોરિયા : 
આ જગ્યા દુનિયાના 25 સૌથી સુંદર શહેરોમાંથી એક માનવામાં આવે છે. અહીં જોવા લાયક ઘણુ બધુ છે આ સાથે જ આ દેશ મહિલાઓને ફરવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. 
 
ન્યૂયૉર્ક, અમેરિકા : 
મહિલાઓને અહીંયા દરેક વસ્તુ મળી જશે જે એક પર્યટકને જોઇએ. અહીંયા સારું ખાવાનું, ફરવા માટે અલગ-અલગ જગ્યાઓ અને નાઇટ લાઇફ પણ ખૂબ મજેદાર છે. 

Post Comments