Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ 3 ઘરેલૂ નુસ્ખા અજમાવીને તમે પણ મેળવી શકો છો ગ્લોઇંગ સ્કીન

- વ્યસત લાઇફસ્ટાઇલમાં સ્વાસ્થ્યની સાથે સ્કીનની કાળજી રાખવું અનિવાર્ય બની ગયું છે

- જાણો, કેટલાક એવા ઘરેલૂ નુસ્ખા વિશે જેની મદદથી તમે ઘરે બેઠા ગ્લોઇંગ સ્કિન મેળવી શકશો

નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2018, ગુરુવાર

આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં દરેક માટે પોતાની સ્કીનને ગ્લોઇંગ બનાવી રાખવી તે પડકારજનક બની ગયું છે. કેટલાય લોકોના અલગ-અલગ પ્રકારના બ્યુટી પ્રૉડ્ક્ટસનો ઉપયોગ કર્યા બાદ પણ તેઓ ઇચ્છિત પરિણામ હાંસલ કરી શકતા નથી. ત્યારે ઘરેલૂ નુસ્ખા ઉપયોગી સાબિત થઇ શકે છે. જાણો, કેટલાક એવા ઘરેલૂ નુસ્ખાઓ વિશે જેની મદદથી તમે ઘરે બેઠા પોતાની ગ્લોઇંગ સ્કીનની ચમક જાળવી શકશો.

ઓટ મીલ પેક પણ અસરકારક ઉપાય
આ પેક તૈયાર કરવા માટે બે ચમચી ઑટ્સ અને એક ચમચી ચંદનના લાકડાનો પાઉડર મિક્સ કરવાનો રહેશે. તેને સારી રીતે મિક્સ કર્યા બાદ તેમાં ગુલાબ જળ મિક્સ કરો. તેમાં એટલું જ ગુલાબ જળ ઉમેરો કે જેની મદદથી તમે લેપ તૈયાર કરી શકો. લેપ તૈયાર થતા જ તેને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને પોતાના ચહેરા પર લગાવો અને અડધા કલાક બાદ ઠંડાં પાણીથી ચહેરો ધોઇ નાંખો.

પપૈયાંના લેપનો પણ ઉપયોગ કરી શકો છો
પહેલા એક પાકાં પપૈયાંમાંથી બીજ નિકાળીને બાકીના ભાગને ક્રશ કરી લો. તેમાં અડધી ચમચી ચંદનના લાકડાનો પાઉડર અને અડધી ચમચી એલોવેરા મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડાક ટીપાં ગુલાબજળ ઉમેરો. આ લેપને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ પોતાના ચહેરા પર લગાવો.

ટામેટાં અને ખાંડના મિશ્રણથી લેપ તૈયાર કરો
એક નાનું ટામેટું લો. આ ટામેટાંને ક્રશ કરી લો ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ મિક્સ કરો. બંનેને લગભગ બેથી ત્રણ મિનિટ મિક્સ કર્યા બાદ આ લેપને પોતાના ચહેરા પર લગાવો અને તેને દસ મિનિટ સુધી સુકાવા દો અને ત્યારબાદ સ્વચ્છ પાણીથી ચહેરાને ધોઇ નાંખો. તમારી સ્કીન ગ્લૉ કરવા લાગશે.

Post Comments