Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: તમે જાણો છો નેઈલ પેઈન્ટની કિમંત પણ હોઈ શકે છે અધધધ...

- પાંચ વૈશ્વિક બ્રાન્ડ જેની એક નખપોલીસની શીશીની કિંમત કરોડોમાં છે

અમદાવાદ, તા. 8 ઓક્ટોબર 2017, રવિવાર

દિવાળી તાકડે મહિલાઓ અવનવી ફેશન અને અવનવા પરિધામ તેમજ કોસ્મેટીક આઈટ્મની ખરીદી કરતી હોય છે. જેમાં નેઈલ પેઈન્ટનો પણ સમાવેશ થાય છે. તમને એમ થાય કે નેઈલ પોલીસ કેટલી મોંઘી હોઈ શકે? તો તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં કરોડોથી પણ વધુ કિંમતના નેઈલ પેઈન્ટ બને છે અને વેચાય છે.

આજ સુધી તમે સૌથી મોંઘી નેઈલ પોલિશ કેટલી કિંમત સુધીની જોઈ છે. કદાચ તમે કહેશો 5 હજાર, 10 હજાર કે પછી એક લાખ. પણ આનાથી પણ વધારે મોંઘી નેઈલ પોલીશ છે. અહીં એવી નેઈલ પોલીશની વાત છે જેની કિંમત હજારો-લાખો નહિ પણ કરોડથી પણ વધારે છે. જાણો વિશ્વની પાંચ સૌથી મોંઘી નેઈલ પોલીશ કઈ છે.

1) એઝચર

એઝચર નામની બ્રાંડની નેઈલ પોલીશની કિંમત જાણી તમે દંગ રહી જશો. આ નેઈલ પોલીશ લગભગ 1 કરોડ 67 લાખ એટલે કે 250,000 ડોલર છે. આ નેઈલ પોલીશની ખાસિયત એ છે કે તેમાં 267 કેરટેના બ્લેક ડાયમંડ છે. આ નેઈલ પોલીશને માત્ર 25 લોકો જ ખરીદી શક્યા છે. અને 576 લોકોએ ખરીદવા માટે રજિસ્ટર કર્યુ છે. હજી સુધી મેગન ફોક્સ, કેલી ક્લાર્કસન અને લિવ ટાયલર જેવી હોલિવુડ અભિનેત્રીઓ આ નેઈલ પોલીશ લેવામાં સફળ થઈ છે.

2)ગોલ્ડ રશ કોચર
મોઁઘી નેઈલ પોલીશમાં બીજા નંબરે ગોલ્ડ રશ કોચર છે. જેની કિંમત 130,000 ડોલર છે જે ભારતીય રૂપિયામાં 70 લાખ આસપાસ છે. આ નેઈલ પોલીશમાં સોના અને હિરાના અંશ છે. આ નેઈલ પેઈંટ પૂરો થઈ ગયા બાદ તેની બોટલને પણ તમે સંભાળી શકો છો, કેમકે તેની ખાલી બોટલની કિંમત પણ ઘણી વધારે છે

3) ‘ I Do’
એલે કોસ્મેટિક્સની ‘ I Do’ નેઈલ પોલીશની કિંમત 55000 ડોલર છે જે ઈન્ડિયન કરન્સીમાં 4 લાખની આસપાસ થાય. આ નેઈલ પોલીશ વિદેશી બજારોમાં ઘણી લોકપ્રિય છે.

4)Iced Manicure
Iced Manicure નેઈલ પોલીશ પણ આ રેંજમાં સ્થાન પામે છે. તેની કિંમત 51,000 ડોલર છે એટલે લગભગ 3થી 4 લાખની આસપાસ આ નેઈલ પેઈન્ટની કિમંત હોય છે.

5)રેડ કાર્પેટ
 રેડ કાર્પેટ નેઈલ પોલીશની કિંમત 1000 ડોલર છે જે ભારતીય રૂપિયામાં 70 હજાર આસપાસ પડે.

Post Comments