Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્યુઝન ફેશનનો છવાયો જલવા

જો તમે પાર્ટીઓ,તહેવારો અને લગ્નમાં પારંપરિક પરિધાન પહેરીને કંટાળી ગયા હશો તો આ વખતે ફ્યૂઝન જરૃર ટ્રાય કરો.

ફ્યૂઝન ડ્રેસમાં ટ્રેડિશનલ કપડાંની અદા અને નજાકતની સાથે વેસ્ટર્ન સ્ટાઇલનો ટ્રેન્ડી લૂક પણ બરકરાર રાખે છે. ફેસ્ટિવલ સિઝનને જોતા તમે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં લહેંગો સિવડાવી સકો છો અથાવા સાડીને પણ મોડર્ન સ્ટાઇલમાં ડ્રેપ કરી શકો છો. આ તમારા લૂકને બદલવાની સાથે તમે તમારી ફેશન સ્ટાઇલ પણ બનાવી દેશે.

ફેશન દિન-પ્રતિદિન રૃપ બદલીને એક નવા અંદાજમાં ઢળી રહ્યું છે. લેટેસ્ટ ફેશન ટ્રેન્ડમાં ફ્યુઝનનો પોતાનો એક અલગ જ જલવો છે.

ફેશન ફ્યુઝને પારંપરિક ભારતીય અને વેસ્ટર્ન વેરનું સ્પેશિયલ કોમ્બિનેશન છે. નવા વર્ષે તમારા લૂકને ફ્યૂઝનનો ટચ આપો, જેમાં સ્કર્ટની સાથે કુર્તા કે સાડીની સાથે પહેરવામાં આવેલ કોટ, આ હવે ફેશન માટે મિસ ફિટ અટાયર બિલકુલ નથી.

સૌ પર શોભે ફ્યૂઝન
મેંસ ફેશનમાં પણ ઇન્ડો- વેસ્ટર્નનું આજકાલ ખુબજ ચલણ છે. ઇન્ડો- વેસ્ટર્ન કોટને પટિયાલા સલવાર, ટ્રાઉઝર, શેરવાની અને ધોતીની સાથે પણ પહેરી શકાય છે.

કલર્સ,કટ્સ અને જિઝાઇન્સની સાથે નવો પ્રયોગ કરવાથી સ્ટાઇલમાં ક્રિએટિવિટી આવે છે. એક જ્યાં વાઇબ્રેટ કલર્સ તમને બિલકુલ ડિફરન્ટ લૂક આપશે, ત્યા હળવા અને ઘાટા રંગોના કોમ્બિનેશન વાળા અટાયર્સમાં પણ તમે બધા કરતા અલગ જોવા મળશે.

ટ્રેડિશનલને કરે મોર્ડન
તહેવારોમાં દરેક વ્યકિત ટ્રેડિશનલ ઢંગથી જ ડ્રેસઅપ કરે છે.પહેલી પસંદ તો સાડી કે એથ્નિક સલવાર-સૂટ્સ જ હોય છે. એમાં થોડુ અલગ દેખાવું હોય તો તમારા એથિક્સ વેયર્સને કઇક મોડર્ન ટચ આપો.

લોન્ગ સ્કર્ટની સાથે હોલ્ટર ટોપ,હૈરમ પેન્ટની સાથે સ્લીવલેસ શોર્ટ ટોપ અને ટી શર્ટ કે શર્ટની સાથે દુપટ્ટા કે સ્ટોલ કેરી કરવાનું સ્ટાઇલીશ માનવા લાગ્યુ છે. આજ નહી, સાડી  જેવા પરિધાનને પણ મોર્ડન અને વેસ્ટર્ન રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યુ છે.

એમાં રેડીમેડ સાડી અને ડ્રેસ જેના પરિધાન ઉમેરવામાં આવ્યા છે.ફુલકારી, મિરર વર્ક, કશ્મીરી કે ચિકન એમ્રોડરીના કુર્તાની સાથે જીન્સ કે ટાઇટ્સ પહેરો,જેનાથી તમને વેસ્ટર્ન સ્ટાઇલ અને ઇન્ડિયન ડિઝાઇન બન્નેનો લૂક મળશે.

એસેસરીઝ પણ હોય ખાસ
કપડાંની સાથે જ્વેલરી અને ફૂટવેયરમાં પણ ફ્યૂઝન લૂક ઘણો પસંદ આવી રહ્યો છે. ડૈંગલર્સ, વૂડન બૈંગલ્સ, બ્રેસલેટ, બીડ્સની પાયજેબ પણ ફ્યૂઝનના રૃપે પહેરી શકાય છે. સાથે જ જીન્સની સાતે કોલ્હાપુરી ચપ્પલ તથા સાડીની સાથે સ્પોર્ટી લૂકવાળા શૂઝ પણ આજકાલ ફેશનનો મહત્વનો ભાગ બની રહી છે.

Keywords fusion,in,fashion,

Post Comments