Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેનાઝ હુસેને નેતાઓને ચૂંટણી પ્રચારમાં સુંદર દેખાવાની આપી ટિપ્સ

- ચૂંટણી લડવામાં ઉમેદવારોના રંગ-રૂપ, સુંદરતા અસરકારક

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર 2017 શુક્રવાર

સૌંદર્ય નિષ્ણાંત અને હર્બલ ક્વીન તરીકે લોકપ્રિય શહેનાઝ હુસૈને ચૂંટણી લડી રહેલા વિભિન્ન ઉમેદવારોને ચૂંટણી અભિયાન દરમિયાન સૌંદર્યના માધ્યમથી ચૂંટણી જીતવાની ટિપ્સ આપી છે.

શહેનાઝ હુસૈને જણાવ્યુ કે પશ્ચિમી દેશોમાં ચૂંટણી દરમિયાન નેતાઓમાં આકર્ષક, સુંદર અને સુડોળ દેખાવાની હોડ લાગતી હોય છે. એવુ માનવામાં આવે છે કે ચૂંટણી લડવામાં ઉમેદવારોના રંગ-રૂપ, સુંદરતા અને હાવ-ભાવની મતદાતાઓ પર અસર પડે છે અને તેનાથી ચૂંટણીના પરિણામો અસરકારક થાય છે.

તેમણે કહ્યું કે વિભિન્ન ચૂંટણી વિશેષજ્ઞો દ્વારા સમય-સમય પર સર્વે કરી સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે કે યુવા, સુંદર અને આકર્ષક, ખુશનુમા અને વિશ્વાસથી ભરેલા ઉમેદવારોને મતદાતા વિશ્વાસ યોગ્ય અને નિપુણ માને છે તેમજ આવા ઉમેદવારો પર સર્વાધિક ભરોસો કરે છે. જેનાથી તેમના જીતવાની તક વધી જાય છે.

શહેનાઝ હુસેને જણાવ્યુ કે શિયાળામાં આળસની સાથે સાથે વાતાવરણમાં પણ નમી ઓછી થવા લાગે છે. જેમાં દિવસભર તડકો, ધૂળ, માટી, કાચા રસ્તા અને પ્રદૂષણમાં ચૂંટણી પ્રચાર અભિયાન ચલાવનાર ઉમેદવારોની ત્વચા સૂકાઈ જાય છે અને તેમના ચહેરા પર પડ જામી જાય છે.

જેની સાથે જ ખીલ, ફુન્સી વગેરે નીકળે છે. હોઠ પણ ફાટી જાય છે. વાળ બગડી જાય છે. જેનાથી ઉમેદવારોની વ્યક્તિત્વ પર વિપરીત અસર પડે છે જેનાથી પ્રતિ મતદાતાઓમાં આકર્ષણ ઓછુ થઈ જાય છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારો દિવસભર વિભિન્ન ચૂંટણી સભાઓ, નુક્કડ બેઠકો કરીને મતદાતાઓને રિઝવવાનો પ્રયત્ન કરે છે. જેમાં તે સૂર્યની ગરમી, તડકો, માટી અને પ્રદૂષણને સીધી રીતે સહન કરે છે.

સૂર્યની ગરમી અને રાસાયણિક પ્રદૂષણના કારણે ત્વચાનું સામાન્ય સંતુલન બગડી જાય છે. જેમાં ત્વચામાં સુખાપન, ફોલ્લીઓ અને કાળા ડાઘા થવાની શરૂઆત થઈ જાય છે.

ચૂંટણી દરમિયાન વાળમાં ધૂળ, માટી અને પ્રદૂષણથી બચાવવા માટે નિયમિત રીતે હર્બલ શેમ્પુથી વાળ ધોવા જોઈએ. કેટલીક વાર ઉમેદવાર પ્રત્યેક દિવસ સેંકડો લોકો સાથે હાથ મિલાવે છે. બાળકોને ચૂમે છે અથવા વૃદ્ધોના પગે પડે છે. જેનાથી તેમને સંક્રમણમાં જોખમ ના થાય.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments