Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવેકાનંદ નડિયાદમાં રોકાયેલા એ હવેલી હજુ માર્ગદર્શન પૂરું પાડે છે

-સ્વામી વિવેકાનંદની ૧૫૫મી જન્મ જયંતિ આજે ઉજવાશે

નડિયાદ, તા.11 જાન્યુઆરી 2018, ગુરુવાર

સમગ્ર વિશ્વને જુદી રીતે જોનાર અને યુવાનોના માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદની આજે ૧૫૫મી જન્મ જયંતિ છે. આ દિને સમગ્ર ભારત ભરમાં તેમના માનમા અનેક કાર્યક્રમો યોજાશે. સ્વામીજીના માર્ગદર્શક એવા યુવાનો ભારત ભરમાં છે. ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં સ્વામી વિવેકાનંદ જે હવેલીમાં રોકાયા તે ભાઉ સાહેબની હવેલી આજે પણ અડીખમ ઉભી રહી યુવાનોને માર્ગદર્શન પુરુ પાડે છે.

૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તામાં જન્મેલા સ્વામી વિવેકાનંદની  આજે ૧૫૫મી જન્મ જયંતિ છે. આ દિન રાષ્ટ્રીય યુવા દિન તરીકે પણ ઉજવાઈ રહ્યો છે. તેમની જન્મ જયંતિ પ્રસંગે ભારત ભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરાયુ છે. ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં સ્વામીજી જે જગ્યા ઉપર રોકાયા હતા. તે જગ્યા આજે પણ અડીખમ ઉભી રહી યુવાનોને માર્ગદર્શન પુરુ પાડે છે. શહેરના દેસાઈ વગા ચોરા સામે આવેલ ભાઉ સાહેબની હવેલી છે. આ હવેલી આશરે ૨૨૫થી વધુ વર્ષ જૂની છે. જેમાં આશરે ૪૦૦ જેટલા ઓરડાનું જૂની કોતરણી પ્રમાણે બાંધકામ બંધાયુ છે. આ હવેલી એટલી સુંદર છે કે અહીયા આર્કીટેક લોકો પણ હવેલીના બાંધકામને જોવા આવે છે.

આ હવેલી હરીદાસ વિહારદાસ દેસાઈની છે. હરીદાસ સેવાકીય કાર્યમાં આગળ પડતા હતા. જુનાગઢમાં તેઓ પોતાના ખર્ચે પગથીયા બનાવી રહ્યા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદ હરીદાસથી પ્રભાવીત થઈ ગયા હતા. ત્યારબાદ બન્ને ઘાઢ પરીચયમાં આવ્યા હતા.વર્ષ૧૮૯૨માં સ્વામી વિવેકાનંદ ગુજરાતના પ્રવાસે હતા. તેઓ જૂનાગઢથી મુંબઈ ગયા અને પરત ગુજરાતમાં પાછા આવી રહ્યા હતા.

આ દરમ્યાન સ્વામીજીને લાગ્યુ કે લાવ નડિયાદ જઈ હરીદાસને મળી આવુ. આથી તેઓ પાંચ દિવસ  ઉપરોક્ત હવેલીમાં રોકાયા હતા. જ્યાં હરીદાસની પ્રવૃત્તિઓથી સ્વામીજી ઘણા બધા પ્રભાવીત થઈ ગયા હતા. આ પછી પ્રભાવીત થયેલા સ્વામીજીએ હરીદાસને ઉલ્લેખી ૧૩ જુદાજુદા પત્રો લખ્યા હતા. આ પત્રો આજે  પણ કલકત્તા સ્થિત બેલરૃમ ખાતે આવેલ  મ્યૂઝીયમાં હયાતી પુરાવે છે. આજે આ હવેલી અનેક યુવાનોને માર્ગદર્શન પુરુ પાડી અડીખમ ઉભી છે.

આ હવેલીમાં તાતીયા ટોપેથી લઈ સાક્ષરો અને ગાંધીજી રહ્યા હતા

નડિયાદ, તા.૧૧
૪૦૦ રૃમ ધરાવતી આ અડીખમ ભાઉ સાહેબની હવેલીમાં અગાઉ તાતીયા ટોપે, મહાત્મા ગાંધીજી સહિત નડિયાદના સાક્ષરો રહ્યા હોવાનું હરીદાસ દેસાઈના વસંજોએ જણાવ્યું છે.આ પેઢીના વશંજ  વિરેન્દ્રકુમાર મનમોહનદાસ દેસાઈ સહિત તેમના દસ જેટલા કુટુંબીજન સભ્યો આ હવેલીમાં વસવાટ કરી હવેલીની સાર સંભાળ રાખે છે.

સ્વામી વિવેકાનંદ નડિયાદમાં આવેલ ભાઉ સાહેબની હવેલીમાં રોકાયા હતા તે હવેલી આજે પણ તેમની યાદમાં અડીખમ ઉભી છે. આ હવેલી યુવાનોને માર્ગદર્શન પુરૃ પાડે  છે.જ્યારે સેવાકીય પ્રવૃત્તિ કરનાર હરીદાસ દેસાઈની પ્રવૃત્તિઓ આજે પણ શહેરમાં સુવાસ ફેલાવી રહી છે. (તસ્વીર ઃ શ્રી રામ)

હરીદાસ દેસાઈની સેવાકીય પ્રવૃત્તિની મહેક આજે પણ શહેરમાં ચારેકોર પ્રસરે છે

નડિયાદ, તા.૧૧
બૃહદ ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં વર્ષ ૧૯૧૫માં સેવાકીય હરીદાસ દેસાઈએ શહેરના મોટી પોસ્ટ ઓફીસ નજીક એક હોસ્પિટલ બંધાવી હતી.આજે પણ આ હોસ્પિટલ ગરીબ લોકો માટે કામ કરતી નજરે પડે છે.

Post Comments