Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફ્લેટના ત્રીજા માળેથી પટકાતાં યુવાનનું શંકાસ્પદ મોત નીપજયું

- ગાંધીનગર શહેરના સે-૭માં

- પાટણનો યુવાન મિત્રના ઘરે આવ્યો હતો તે દરમ્યાન ઘટના બનવા પામી

ગાંધીનગર, તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

ગાંધીનગર શહેરના સે-૭માં ગઈકાલે રાત્રે ફ્લેટના ત્રીજા માળેથી પટકાતાં ૪પ વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત નીપજયું હતું. આ અંગે સે-૭ પોલીસે ગુનો નોંધ્યો છે. પાટણના આ યુવાન તેમના મિત્રના ઘરે આવ્યા હતા તે દરમ્યાન ઘટના બનવા પામી હતી. જો કે યુવાન કયા સંજોગોમાં ઉપરથી પટકાયા તે અંગે હજુ કોઈ સચોટ માહિતી મળી નથી. મિત્ર અને તેનો પરિવાર ઘર બંધ કરીને ક્યાંક નીકળી ગયો છે.  

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-૭/એ પ્લોટ નં.૨૬૪/૧માં ફલેટમાં ત્રીજા માળેથી પાટણના નાયકવાડામાં રહેતાં ૪પ વર્ષીય ગાંડાભાઈ વછરાભાઈ ઠાકોર નીચે પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજયું હતું. જેના કારણે આસપાસના લોકો પણ ત્યાં એકઠાં થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સે-૭ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.ડી.ચૌધરી સ્ટાફના માણસો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. ગાંડાભાઈ કયા સંજોગોમાં ત્રીજા માળેથી પટકાયા તે હજુ પોલીસ પણ જાણી શકી નથી. તે તેમના મિત્ર ચિરાગભાઈના ઘરે આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે તેમના મિત્ર અને પરિવાર પણ હાલ મકાન બંધ કરીને બહાર ગયો હોવાથી પોલીસ આ સંદર્ભે વધુ વિગતો મેળવી શકી નથી. જો કે આ મોતને શંકાસ્પદ ગણીને પોલીસ આગળ તપાસ કરી રહી છે.

Post Comments