- Home >>
- Gujarat >>
- Kheda-Anand
ત્રણ દિવસ પૂર્વે મળેલા મૃતદેહ કેસમાં યુવકની હત્યાનો પર્દાફાશ
- ખેડાના સાત તાણિયા તળાવમાંથી
- કડીના વિડજનો યુવક પત્નીને લેવા નીકળ્યો હતો : પીએમમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું
નડિયાદ, તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર
ખેડામાં સાતતાણિયા તળાવમાંથી ત્રણ દિવસ અગાઉ મળી આવેલ યુવકનો મૃતદેહના પ્રકરણમાં તેની હત્યા કરાઈ હોવાનું પર્દાફાશ થયો છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યા થઈ હોવાનું આવતા ખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે પત્નીને લેવા માટે નીકળેલ યુવકનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં તળાવના પાણીમાંથી મળતા ચકચાર જાગી છે.
મળતી વિગતો અનુસાર ખેડાના વિઠ્ઠલપુરા રોડ ઉપર આવેલ સાતતાણિયા પાસેની તલાવડીમાંથી ગત્ તા.૧૧મી જાન્યુઆરીના રોજ સવારના સમયે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગે તુરંત ખેડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ તળાવના પાણીમાંથી યુવકની લાશને બહાર કાઢ્યો હતો. આ પછી પોલીસે આ યુવકના પેન્ટના ખિસ્સામાંથી ડોક્યુમેન્ટ મળી આવતા પોલીસે આ મરનાર યુવકની ઓળખ છતી કરી હતી. જેમાં આ યુવકનું નામ વાઘુજીભાઈ મહિપતસિંહ વાઘેલા (ઉં.વ.૩૦, રહે.વિડજ, તા.કડી, જી.મહેસાણા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ કરતા વાઘુજીભાઈ પોતે ગત્ તા.૯મી જાન્યુઆરીના રોજ પોતાની સાસરીમાં નડિયાદના હાથજ ગામે પોતાની પત્નીને લેવા માટે નીકળ્યા હતા. આ દરમ્યાન તેઓનો મૃતદેહ ખેડાના સાતતાણિયા પાસેની તલાવડીમાંથી મળી આવતા ચકચાર જાગી છે. પોલીસે તળાવમાંથી બહાર કાઢેલ વાઘુજીભાઈના મૃતદેહને સ્થળ ઉપર પોસ્ટમોર્ટમ કર્યુ હતું. આ પીએમ રીપોર્ટમાં વાઘુજીભાઈનું કોઈ શખ્સોએ દોરડા વળે ગળુ દબાવી હત્યા કરી હોવાનું પર્દાફાશ થયો હતો. આથી પોલીસે મરનારના મોટાભાઈ રવજીભાઈ મહિપતસિંહ વાઘેલાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક વાઘુજીભાઈના લગ્ન આઠ વર્ષ અગાઉ નડિયાદના હાથજમાં રહેતી યુવતી સાથે થયા હતા. વધુમાં વાઘુજીભાઈ પોતે પોતાના ગામડે ખેતીવાડીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા હતા.
Post Comments
IPLની સામે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો '૧૦૦ બોલ મેચ'નો અનોખો પ્રયોગ
યોકોવિચનું કંગાળ ફોર્મ જારી : થિએમ સામે પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં હાર્યો
ક્રિસ ગેલનો ઝંઝાવાત : ૫૮ બોલમાં IPL કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી
યુકી ભામ્બ્રી ફ્રેન્ચ ઓપનના મેઈન ડ્રોમાં
આજે પૂણેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો
બાંગ્લાદેશના છ ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન અપાયો : પગાર વધારો પણ સ્થગિત
બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં ભારતના કિદામ્બી શ્રીકાંતે ટોચનું સ્થાન ગુમાવ્યું
અભિષેક બચ્ચનને 'કમબેક' ફિલ્મનો લુક ફળ્યો
છેલ્લી ફિલ્મની સફળતા પછી પણ દિશા પટણીનો ભાવ નથી પૂછાતો
આશુતોષ પાણીપત માટે ભવ્ય સેટ તૈયાર કરાવશે
૭૧મા કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સર ફિલ્મ રજૂ થશે
સોનાક્ષી કરતાં મૌનીનો રોલ મોટ્ટો નથી
ભાવેશ જોશી સુપરહીરોનું ટીઝર રિલિઝ થયું
એાહ્ માય ગૉડની સિક્વલ મારા ધ્યાનમાં છે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News