Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વણાકબોરી થર્મલના કર્મીઓની પણ હડતાલ

- પડતર પ્રશ્નો અને વિવિધ માગણી સંદર્ભે

- જીઈબીના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામતા થર્મલ પાવર સ્ટેશનનું તંત્ર ખોરવાયું

નડિયાદ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરતા જી.ઈ.બી ના  કર્મચારીઓ એક દિવસીય હડતાલ પર ઉતર્યા હતા. તેમની પડતર માંગણીઓને તંત્ર દ્વારા ધ્યાન પર લેવામાં આવતી ન હોવાથી આ કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેના કારણે થર્મલ જી.ઈ.બીનું તંત્ર ખોરવાયું હતુ.

વીજળીના ક્ષેત્રે મહત્વનો ફાળો આપનાર જી.ઇ.બી.ના કર્મચારીઓ હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. રાજ્ય વ્યાપી બનેલા આ આંદોલનમાં થર્મલ પાવર સ્ટેશનના કર્મચારીએ મોટી સંખ્યામાં જોડાયા હતા.  જી.ઇ.બી.એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા  તંત્ર સમક્ષ વારંવાર પોતાની માંગણીઓની લેખિત  અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.તેમજ  ઊર્જામંત્રી અને તમામ ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ જણાવી હતી.તેમ  છતાં આ અંગે કોઇ કાર્યવાહી ન થતા કર્મચારીઓ હતાશ થયા છે.જેથી તેમણે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે.જી.ઇ.બી. દ્વારા ૧૯ ફેબુ્રઆરીના રોજ વિજ નિગમને નોટિસ આપી હડતાલની જાણ કરવામાં આવી હતી.તેમ છતાં  મેનેજમેન્ટ  તરફથી કોઇપણ પ્રકારના હકારાત્મક પગલા લેવામાં આવ્યા નથી.જેથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.પોતાની વિવિધ માંગણીઓ જેવી કે સાતમાં પગાર પંચમાં મંજુર થયેલ કારકિર્દીની પ્રગતિ હેઠળ કર્મચારીઓને ત્રણ વાર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે.તેમજ જુનીયર ઇજનેરને હાજર થયાથી તમામ લાભો તથા પગાર આપવામાં આવે,નિવૃત્તિ પછી મેડીકલ નો લાભ આપવામાં આવે,પેન્શન યોજના લાગુ કરવામાં આવે,કર્મચારીઓને સરકારી ગણી તમામ લાભ આપવામાં આવે અને એમ.ડી. તરીકે કંપનીના અનુભવી ઇજનેરની નિમણુક કરવામાં આવે તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. જેમાં થર્મલના ૧૦૫ જેટલા કર્મચારીઓએ જોડાયા હતા. અને પોતાની માંગણી સ્વીકારવા માટે સરકાર વિરુધ્ધ દેખાવો કર્યા હતા.

Post Comments