Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માતરના નગરમાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે ગ્રામજનોના સૂત્રોચ્ચાર

- સાત ગામોના લોકોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો પોલીસે દરમ્યાનગીરી કરતા મામલો શાંત પડયો

નડિયાદ, તા.૩ જાન્યુઆરી 2018 બુધવાર

માતરના એક ગામમાં આવેલી કંપની દ્વારા મોટા પ્રમાણમાં કચરો ઠલવાતા કેટલાય ગામોમાં તેની આડ અસર જોવા મળી રહી છે. જેના પગલે આ ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ આજે ભેગા મળી આ કંપની અને સરકારક વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં તેઓનો રસ્તા રોકો આંદોલન પણ કરવાનુ આયોજન હતુ. પરંતુ સમયે અધિકારીઓએ આવી લોકોને આશ્વાશન આપતાં લોકોનો ગુસ્સો શાંત પડયો હતો.


ત્યારબાદ પોલીસ અધિકારીઓએ કંપનીને કાયદાકીય દસ્તાવેજો સાથે હાજર થવાં સૂચન કર્યુ હતુ. ત્યારે આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ૫૦થી વધુ ગામો મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતાઓ છે. જેથી નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ભેગા મળી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

ખેડા જિલ્લાના માતર તાલુકાના નગરા, ત્રાંજ, ત્રણજા, અસલાલી, માંછેલ, માલવાળા, લીબાંસી ગામોમાં એક ખાનગી કંપનીના કારણે ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નગરા ગામે કલસ્ટર એનવાયરમેન્ટ પ્રાઈવેટ લિમીટેડ દ્વારા જોખમી ઘન કચરાના નિકાલ માટે પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ઉપર જણાવેલા કેટલાક ગામોમાં ભારે નુકશાનની ભીંતી સેવાઈ રહી છે.

નગરા પાસે આવેલી આ કંપની દ્વારા કચરા અને વેસ્ટેજના મોટા-મોટા ટ્રકો ઠાલવાઈ રહ્યા છે. નગરા ગામ પાસે સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જુથ યોજના બનાવી માતર તાલુકાના ૫૪ ગામોને મળતુ ફીલ્ટરનું શુધ્ધ પાણી પણ ભવિષ્યમાં મળશે કે કેમ તે અંગે શંકાઓ થઈ રહી છે.

તેમજ આ પ્રોજેક્ટના કારણે હવામાં પણ મોટા પાયે પ્રદૂષણ થઈ રહ્યુ હોવાનું લોકો જણાવી રહ્યા છે. હવા પ્રદૂષિત થતી હોવાના કારણે આસપાસના કેટલાય ગામોમાં તેની માઠી અસર થઈ રહી હોવાનું ગ્રામ્ય લોકો જણાવી રહ્યા છે. આ કંપની દ્વારા મોટા પ્રમાણમાં વેસ્ટેજ લાવી ઠાલવાતા હોવાથી દિવસ દરમિયાન તેની ગંધ આસપાસના ગામોમાં ફેલાતી હોવાનું ગ્રામ્યજનો જણાવી રહ્યા છે. તેમજ સાંજ પડતાં જ આ દુર્ગંદમાં ઉત્તરોતર વધારો થતો  હોવાની વિગતો પણ લોકો આપી રહ્યા છે.

ત્યારે આ જમીન ખરીદનાર માલિકે તે સમયે જણાવ્યુ હતુ કે, ખેતી લાયક જમીન છે જેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવામાં આવશે. પરંતુ સમય જતાં આ જમીનમાં ગંદકીનો ભરમાર ઠાલવવાનું શરૃ કરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટ દિવસેને દિવસે વેગ પકડી રહ્યો છે.

ત્યારે રહીશોને કંપની અને અધિકારી વચ્ચે મુલીભગત હોવાની પણ શંકા છે. આ અંગે ગ્રામ્યજનોના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટના ઠેકેદાર અથવા તો સરકારના અધિકૃત વિભાગ દ્વારા ગ્રામજનોને પ્લાન્ટના ફાયદા અંગ્રેજીમાં સમજાવી અને તેમને ભોળવીને કામ શરૃ કરવામાં આવ્યુ છે. આ ગામોના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જો આ પ્રોજેક્ટ ચાલુ જ રહે તો તેમના વ્યવસાયોને માઠી અસર થાય તેવી શક્યતાઓ છે.

જેથી ગામડાઓની આવક ઘટશે અને લોકોને આર્થિક રીતે માઠી અસર થશે, તેમજ સ્વાસ્થ્ય અને લોકોના જનજીવન પર માઠી અસર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. જેને પગલે આજે મોટી સંખ્યામાં નગરા સહિતના આસપાસના ગામમાં વસતા લોકો હાજર થઈ સરકાર અને કંપની વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.તેમજ સૂત્રોચાર કર્યા હતા.

નગરા ગામના સરપંચ જીગ્નેશભાઈ પટેલની આગેવાનીમાં મોટા પાયે લોકો કંપની વિરુદ્ધ ભેગા થઈ રસ્તા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રાંત અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઈ લોકોને આશ્વાશન આપ્યુ હતુ. તેમજ કંપની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વહેલીતકે બંધ કરાવવામાં આવશે એમ જણાવ્યુ હતુ. અને કાયદાકીય પ્રક્રિયા ચાલશે ત્યાં સુધી ગામોમાં કંપનીના ટ્રકો ગામમાં નહી આવવા દેવાનું આશ્વાશન આપ્યુ છે.

ત્યારે પોલીસે કંપનીને નોટીસ પાઠવી કાયદેસર દસ્તાવેજો સાથે હાજર રહેવા માટે જણાવ્યુ છે. બીજીતરફ કંપનીનો દાવો છે કે તે કાયદાકીય રીતે કંપની ચલાવી રહ્યા છે જેથી અનેક શંકાઓ જન્મી રહી છે. ત્યારે નગરા ગામના સરપંચના મતે જો આ કંપનીને બંધ કરાવવામાં નહીંં આવે તો ફરીથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની રાહ ખુલ્લી હોવાનું જણાવ્યુ છે. આ અગાઉ પણ અનેક ગામોમાં કંપનીના વેસ્ટેજ ભરેલા ટ્રકોને રોકવામાં આવ્યા હતા. જેમાં ત્રાંજ, લીબાંસી અને અન્ય ગામોમાં ટ્રકો રોકી વિરોધ કરવામાં આવ્યો હતો.ત્યારે હવે આ સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ આવે તેવી લોકમાંગણી ઉગ્ર બની રહી છે.

Post Comments