Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચેતરસુંબામાં લોકોએ બનાવેલા ૨૫ શૌચાલય તંત્રએ પોતે બનાવ્યાનું દર્શાવ્યું

- ગામમાં ૨૭૭ શોચાલયનો ટાર્ગેટ પૂરો કરવા ગંભીર ગેરરીતિ આચરી

નડિયાદ, તા.20 માર્ચ 2017, સોમવાર

ઠાસરા તાલુકાના ચેતરસુંબા ગામે ભારત સ્વચ્છતા અભિયાનના ભાગરૃપે બનાવવામાં આવેલા સુલભ શૌચાલયના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગ્રામજનો જણાવે છે.  તાલુકા પંચાયત સહિત સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ગામમાં રપર શૌચાલયો બનાવવામાં આવ્યા હતા. જ્યારે ટાર્ગેટ  ર૭૭  શૌચાલય બનાવવાનો હતો. ગામમાં રપ લાભાર્થીઓએ  પોતાના સ્વખર્ચે  શૌચાલય બનાવ્યા હતા, તે શૌચાલયને તંત્ર દ્વારા તૈયાર કરાવવામાં  આવ્યા હોવાનું કાગળ પર બતાવી દેવામાં  આવ્યું છે.

આ કૌભાંડ બહાર આવતા ઠાસરા તાલુકામાં શૌચાલય યોજનામાં વધુ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવાનો આક્ષેપ તાલુકાના પ્રજાજનોએ જણાવ્યું છે. તાલુકાના ચેતરસુંબા ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારમાં સુલભ શૌચાલયની યોજનામાં ર૭૭ શૌચાલયો બનાવવાનું ટાર્ગેટ હતું.

જેની સામે એજન્સી, ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત સહિત અન્ય લાગતાવળગતા સત્તાવાળાઓએ રપર શૌચાલય બનાવ્યા હતા. આ ગામમાં અગાઉ રપ રહીશોએ પોતાના સ્વખર્ચે પોતાના ઘરે શૌચાલય બનાવ્યા હતા. જેને પણ સત્તાવાળાઓએ બનાવ્યા હોવાનું કાગળ પર બતાવ્યું હોવાનું જાગૃત ગ્રામજનો જણાવે છે. સત્તાવાળાઓ અને એજન્સીએ એકબીજાના મેળાપીપણામાં જે રપ શૌચાલયો બતાવ્યા છે, તેના રૃપિયા જે તે રહીશને હજુ સુધી ચૂકવાયા નથી. જ્યારે સત્તાવાળાઓએ ર૭૭ શૌચાલયની યાદી બનાવી છે, તેમાં આ શૌચાલયોનો સમાવેશ કરી દીધો છે.

આ રીતે સત્તાવાળાઓ અને એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો છે, તો ગામમાં બીજા જે શૌચાલયો બન્યા છે, તેમાં સરકારના માપદંડ પ્રમાણે  શૌચાલય દીઠ ત્રણ તગારા સિમેન્ટ, પ૦૦ ઈંટો તેમજ પ૦ તગારા રેતી વગેરે પણ આપવામાં આવ્યા નથી. મોટાભાગના શૌચાલયો સત્તાવાળાઓ તૈયાર કરી સરકારી નિયમનું પણ ઉલ્લંઘન કર્યુ છે. કેમકે શૌચાલય યોજનામાં લાભાર્થીને સહાય ચૂકવવાની હોય છે. તેના બદલે એકબીજાની સાંઠગાંઠમાં શૌચાલયો સંબંધિત સત્તાવાળાઓ બનાવી દે છે. આ શૌચાલય યોજનામાં નિયમ મુજબ રૃા. ૧ર હજારની સહાય પણ લાભાર્થીઓને ચૂકવવાઈ નથી. બારોબાર સહાય ચૂકવી દઈ કાગળ ઉપર નિયમ મુજબ બધી કામગીરી કરવામાં આવી હોવાનુર્દર્શાવાયું છે.

આ  પ્રમાણેની આખી ગેરરીતિ થઈ ગઈ ત્યાં સુધી ઠાસરા તાલુકા પંચાયત સહિત અન્ય સંબંધિત  સત્તાવાળાઓએ  આ  અંગે યોગ્ય તપાસ કરવાની પણ તસ્દી લીધી નહોતી. ગામના લક્ષ્મણભાઈ  પ્રભાતભાઈ સોલંકીના ઘરે બનાવવામાં આવેલ શૌચાલયનું કનેકશન આપવામાં આવ્યું નથી.  જ્યારે શૌચાલયની બાજુમાં કરાયેલા મોટા ખાડામાં માજી  પડી  ગયા હતા. જ્યારે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની  સામે રહેતા  મગનભાઈ અંબાલાલ જાદવને સ્વખર્ચે બનાવવામાં આવેલ શૌચાલયના બિલનું આજસુધી ચૂકવણું કરાયું નથી. 

ગામમાં આવા બીજા પણ કિસ્સા છે.  જે અંગે ઉંડી તપાસ કરવામાં આવે તો શૌચાલય યોજનામાં અનેક પ્રકારની  ગેરરીતિનો પર્દાફાશ થાય એમ છે. સત્તાવાળાઓ આ અંગે બધુ જાણે છે, પણ તેઓની મિલીભગત હોવાથી તેઓ ભીનું સંકેલવાની પેરવી કરતા હોવાનું ગ્રામજનો જણાવે છે.  આગામી દિવસોમાં જિલ્લામાં શૌચાલય  યોજનામાં આવી  બીજી અનેક ગેરરીતિ  અને ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે.    

ગેરરીતિ અંગે રજૂઆત મળી નથી
ઠાસરા તાલુકામાં રૃા. પોણા બે કરોડનું પેમેન્ટ ચૂકવવાનું લાભાર્થીઓને બાકી છે, હજુ સરકારમાંથી ગ્રાન્ટ આવી નથી, ગ્રાન્ટ આવશે એટલે ચૂકવણું કરાશે તેવું તાલુકાના ઈન્ચાર્જ ટી.ડી.ઓ. રાજેન્દ્રસિંહ સોલંકીનો સંપર્ક  કરાતા તેમણે જણાવ્યું હતું. ચેતરસુંબામાં શૌચાલય યોજનામાં ગેરરીતિ અંગે પૂછતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખરેખર શૌચાલય લાભાર્થીએ જાતે બનાવવાનું છે. પણ ઘણાં કિસ્સામાં તેઓ અવેરનેસ બતાવી તે બનાવતા નથી.

 શૌચાલય યોજનામાં એજન્સી હોતી નથી. જોકે, નરેગા યોજનામાં પણ શૌચાલય બનાવવામાં આવે છે. ચેતરસુંબા ગામે શૌચાલય યોજનામાં થયેલ ગેરરીતિ અંગે હજુ મને કોઈ રજૂઆત મળી નથી. આ અંગે તપાસ કરવી પડે.

Post Comments