Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હત્યા કેસના ત્રણ આરોપીને આજીવન કેદ

- પાંચ વ્યક્તિએ ઢોર માર મારતા એક શખ્સનું મોત નિપજ્યું હતું

નડિયાદ, તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

નડિયાદની સેસન્સ કોર્ટ દ્વારા ખૂન કેસના ત્રણ આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કરાયો છે.આ કેસમાં પાચ આરોપીઓએે ભેગા મળીને ફરિયાદીના ભાઇને ઢોરમાર માર્યો હતો. જેના કારણે  તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હોવાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ વિસ્તારના પોલીસ મથકમાં કરાઇ હતી.ત્યારબાદ કેસની   કાર્યવાહી  સેસન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને ફરિયાદી પક્ષે ચુકાદો આપ્યો હતો.

નડિયાદનાં મેઘા કોમ્પ્લેક્ષમાં રહેતા લક્ષ્મીબેન થોડા સમયથી બીમાર રહેતા હતા.તેથી તેમના ભાઇ કીર્તીસિંહ ઝાલા તેઓને દવાખાનામાં ન જવા બાબતે ઠપકો આપતા હતા. તે દરમિયાન આરોપી ગોપાલ દેવીપૂજક અને ગીતાબેન તેમના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આરોપીઓને લાગ્યું કે , તે  ગાળો પોતાને ભાડી રહ્યા છે. અને ગુસ્સામાં ભરાયેલા આરોપીએ લક્ષ્મીબેનના ઘરમાં ઘૂસીને તેમના ભાઇને ઢોરમાર માર્યો હતો. જેના કારણે  તેમનું  ઘટનાસ્થળે  જ  મૃત્યુ  હતુ. જેની ફરિયાદ નડિયાદના પશ્ચિમ વિસ્તારના પોલીસ  મથકમાં નોંધવામાં આવી હતી. પોલીસે ઇ.પી.કો ક.૩૦૨,૩૨૩,૫૦૪ અને ૪૫૨ મુજબનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આ કેસની કાર્યવાહી નડિયાદ સેસન્સ કોર્ટમાં આગળ ધપાવવામાં આવી હતી.જેમાં  ફરિયાદી પક્ષે સરકારી વકીલ ધવલ બારોટે અસરકારક  પુરાવા અને દલીલો રજૂ કરી હતી.  કોર્ટે બંને  પક્ષોની દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખીને ફરિયાદી પક્ષ તરફી ચુકાદો આપ્યો છે. જેમાં પાંચ આરોપી પૈકી ગોપાલ,ગીતા અને ગોરધનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ પ્રત્યેક આરોપીને રૃ.૭૫૦૦નો દંડ કરવાનો હુકમ કર્યો છે.

Post Comments