Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડિયાદના કલ્પના રોહિત આપઘાત કેસમાં જયની જામીન અરજી ફગાવાઈ

-૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ કલ્પનાની લાશ મળતા જય પંચાલની સંડોવણી ખૂલેલી

નડિયાદ,તા.૩ જાન્યુઆરી 2018 બુધવાર

નડિયાદમાં ચકચાર મચાવનાર કલ્પના રોહિત આપઘાત કેસમાં આરોપી જય પંચાલે જામીન અરજી દાખલ કરી હતી.જેની સુનવણી છેલ્લા બે  દિવસથી  ચાલી રહી  હતી.આજે નામદાર કોર્ટે જામીન અરજીને ફગાવી દીધી હતી.કોર્ટના હુકમથી જામીન અરજીના કારણે ઉભા થયેલા સસપેન્સનો અંત આવ્યો હતો.

થોડા મહિનાઓ પહેલા નડિયાદમાં કલ્પના રોહીત અપમૃત્યુ કેસના કારણે સનસની મચી હતી.બનાવ એવો હતો કે નડિયાદ  ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી મૂળ ગાંધીનગરની કલ્પનાબેન પિતાના ઘરે જવાને બહાને હોસ્ટેલથી નીકળી હતી. તેની લાશ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ વીકેવી રોડ પર આવેલા લક્ઝરીયસ ફ્લેટ પાસે મળી આવી હતી.

આ કેસની તપાસમાં પોલીસે તેના મિત્ર જય પંચાલની ધરપકડ કરી હતી. દરમિયાન  નડિયાદની વડી અદાલતમાં આરોપીનાં વકીલે જામીન અરજી કરી હતી.બંને પક્ષોની લેખિત દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.

ફરિયાદીના વકીલને જાણ થઇ હતી કે, પોલીસ તપાસ દરમિયાન એફ.એસ.એલનાં રિર્પોટ  અને અન્ય પુરાવા હજુ મળ્યા નથી .એવામાં જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો આ કેસમાં પુરાવાના નાશ કરવાનો પ્રયત્ન થઈ શકે તેમ છે.જેને  ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે ફરીયાદી તરફે દલિલ કરનાર  વકીલની દલિલને સાંભળી જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કર્યો છે.

Post Comments