Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડાકોર : લવ જેહાદના કિસ્સાથી ચકચાર,23 દિવસ બાદ યુવતીના દફનાવાયેલા મૃતદેહને બહાર કઢાયો

- વિધર્મી યુવક પરેશાન કરતો હોવાથી યુવતીએ આત્મહત્યા કરી હતી

- પોલીસની ગંભીર બેદરકારીથી લોકોમાં ભભૂકતો રોષ : લવ જેહાદનો કિસ્સો પણ પોલીસે માત્ર અરજી લીધી

નડિયાદ, તા.૮ ઓગસ્ટ મંગળવાર 2017

ઠાસરા પાસેના એક ગામે થોડા દિવસો અગાઉ થયેલ યુવતીના આપઘાતના પ્રકરણમાં લવજેહાદનો કિસ્સો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. જેમાં મૃતક યુવતીના પરીવારજનોએ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવક તેણીને હેરાન પરેશાન કરતો હોવાથી તેણીએ આપઘાત કર્યો હોવાનું જણાવતી એક લેખીત અરજી ડાકોર પોલીસને આપી છે.

જ્યારે પોલીસે માત્ર અરજીનો સ્વીકાર કરી આ મામલાને રફાદફા કરવા લાગી હોય તેવુ ચિત્ર ફલીત થઈ રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો છે.

ઠાસરા તાલુકાના નેસ ગામે રહેતી એક હિન્દુ યુવતીએ ગત્ તા.૧૭/૭/૨૦૧૭ના રોજ પોતાના ઘરે આપઘાત કરી દીધો હતો. ધો.૧૦નો અભ્યાસ કરી ખેત મજૂરી કરતી આ યુવતીએ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવકના ત્રાસથી આ અંતિમ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળ ઉપરથી એક મોબાઈલ મળી આવ્યો હતો, જેના મેસેજ અને ફોટાના આધારે તેણીના પરીવારજનોેએ આ અનુમાન લગાવ્યું હતું.

આથી ગઈકાલે સાંજે મૃતક યુવતીના પરિવારજનોએ ગામમાં રહેતા તાહીર રફીક વ્હોરા,જુબેદાબેન અજીત વ્હોરા, અજીત અબ્દુલ વ્હોરા અને દિનેશ ગણપત મકવાણા વિરૃધ્ધ  આક્ષેપ કરતી લેખીત અરજી ડાકોર પોલીસને આપી હતી.

જો કે પોલીસે માત્ર આ અરજીની નોંધ કરી હતી. આમ પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈ ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે.જોકે આ અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓના પરીવારજનો કંઈ પણ બોલવા તૈયાર નથી. આમ આ ઘટનામાં  શુ ખરેખર લવજેહાદ  છે કે અન્ય કોઈ કારણ, તે અંગે હજી કોઈ સ્પષ્ટ કારણ જાણવા નહીં મળતા ઉપરોક્ત બાબત ઉપજાવેલી પણ હોઇ શકે તેવુ પોલીસે જણાવ્યું છે.

Post Comments