Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદ જિલ્લામાં મહિલાઓ અને યુવતીઓ ગુમ થવાના ચાર બનાવો

- આણંદ અને તારાપુરમાંથી મહિલાઓ તથા આણંદ અને ચિખોદરામાંથી યુવતીઓ ગુમ

આણંદ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

આણંદ જિલ્લામાંથી ચાર જુદાજુદા સ્થળોએથી ગુમ થવાના બનાવો સર્જાયા હતા. આણંદ સીટીમાં રહેતી એક મહિલા,ચિખોદરામાંથી એક યુવતિ,વિદ્યાનગરમાં રહેતી યુવતિ, તારાપુરમાં રહેતી મહિલા તેના ઘરેથી કહ્યાવિના ચાલી ગઈ હતી. આ ઘટનાઓમાં હદ ધરાવતા પોલીસ મથકોએ ગુમ જાણવા જોગ નોંધ અપાઈ હતી.

આણંદના ગ્રીનવીલે સોસાયટીમાં રહેતી વાસંતી ભેરુમલ મહેશ્વરી ઉ.વ.૫૮ જે ગઈ તા. ૭મીના રોજ તેના ઘરેથી ચાલી ગઈ હતી. આ મહિલાની શોધખોળ તેના પરીવારજનોએ કરી પરંતુ મળી ન આવતા આજ રોજ આણંદ સીટી પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ આપી હતી.

આણંદ નજીક આવેલ ચિખોદરામાં આવેલ નવી પાણીની ટાંકી પાસે રહેતી કામીની ભલાભાઈ ઠાકોર ઉ.વ.૧૯ જે ગઈ તા.૧૫-૨-૧૮ના રોજ તેના ઘરેથી ગલ્લે જઈ આવું તેમ કહી નિકળી હતી. આ યુવતિ સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના પરીવારજનોએ આસપાસ શોધખોળ કરી પરંતુ મળી ન આવતા અંતે આણંદ રૃરલ પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ આપી હતી. વિદ્યાનગર પાસે આવેલ કરસમદમાં ગલ્સ હોસ્ટેલમાં રહેતી રાજસી મહેશભાઈ સોલંકી ઉ.વ.૧૮ જે ગઈ તા.૭મીના રોજ હોસ્ટેલથી કોઈને કહ્યા વિના ચાલી ગઈ હતી. આ ઘટનાની જાણ તેના પરીવારજનોને થતા શોધખોળ કરતા મળી ન આવતા વિદ્યાનગર પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ આપવામાં આવી હતી.

તારાપુરમાં આવેલ નવી રેલ વિસ્તારમાં રહેતી રેખા ભવનાભાઈ વેલાભાઈ ભરવાડ જે ગઈ તા. ૧લીના રોજ તેના ઘરેથી કોઈને કહ્યા વિના ચાલી ગઈ હતી. આ યુવતિના પરીવારજનોએ શોધખોળ કરતા મળી ન આવતા અંતે તારાપુર પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ આપી હતી.

Post Comments