Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બે દિવસથી ગુમ આંકલાવના યુવાનનો મૃતદેહ નદીના પટમાંથી મળ્યો

- બોરસદના ડભાસીના યુવકે કપાસમાં છાંટવાની દવા ગટગટાવતા મોત નીપજ્યું

આણંદ,તા.૮ માર્ચ 2018, ગુરુવાર

આણંદ જિલ્લામાં બે જુદાજુદા સ્થળોએ આકસ્મિક મૃત્યુુના બે બનાવો સર્જાયા હતા.આંકલાવમાં બે દિવસથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મહિસાગર નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી હતી. જ્યારે બોરસદના ડભાસીમાં રહેતા યુવાને કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ ઘટનાઓમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આંકલાવ તાબે ભેટાસી વાંટા બ્રાહ્મણપોળમાં રહેતો દિપસીંગ લક્ષ્મણસિંહ પરમાર ઉ.વ.૪૫ જે ગઈ તા. ૬ઠ્ઠીના રોજ તેના ઘરેથી રસોડે જઉ છું તેમ કહી ઘરેથી નિકળ્યો હતો. આ યુવાન રસોડે ન પહોંચતા અને બે દિવસ સુધી ઘરે ન આવતા તેના પરીવારજનોએ શોધખોળ હાથધરી હતી. આ ઘટનામાં ગઈ કાલે આંકલાવ પોલીસ મથકે ગુમ જાણવા જોગ નોંધ પણ આપી હતી. ગુરુવારે સવારના સુમારે ભેટાસી વાંટા જે મહિસાગર નદીની પટનો વિસ્તાર છે.આ નદીના પાણીમાં એક યુવાનનો મૃતદેહ તરતો દેખાયો હતો.જેથી આંકલાવ પોલીસને ઘટનાની જાણ વિજળીવેગે મળતા કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી તપાસ હાથધરાઈ હતી. આ મૃતદેહ દીપસિંગ લક્ષ્મણસિંહ પરમાર ઉ.વ.૪૫નો હોવાનું તેમના પરીવારજનો જણાવતા પોલીસે આ મૃતદેહને નજીકના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવની આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસ હાથધરી હતી.

બોરસદ તાબે ડભાસી ગામે રહેતા નરેન્દ્ર અરવિંદભાઈ ચૌહાણ ઉ.વ.૨૫એ ગઈ તા. ૬ઠ્ઠીના રોજ તેના ઘરે અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.આ ઘટનાની જાણ તેના પરીવારજનોને થતા તેને આણંદમાં આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ગુરુવારે સવારના સુમારે તેનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના સંદર્ભે ફરજ પરના તબીબે બોરસદ રૃરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Post Comments