Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડિયાદ પાસે બ્લોકના કારણે અમદાવાદ તરફની ટ્રેનો પ્રભાવિત

- મેન્ટેનન્સની કામગીરીના કારણે અઢી કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો

નડિયાદ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે લાઈનની ડાઉન ફ્લાઈન પરના ટ્રેક પર મેન્ટેનન્સની કામગીરીને પગલે અઢી કલાક માટે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેને પગલે અમદાવાદ તરફની કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો વચ્ચેના સ્ટેશનો પર જ ઉભી કરી દેવામાં આવી હતી. જેને પગલે મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડયો હતો. પરંતુ આ અંગે મુસાફરોને પહેલાંથી જ જાણ કરી દેવાતા અન્ય વિકલ્પોનો થકી તેમનો માર્ગ મોકળો કર્યો હતો.

નડિયાદ રેલ્વે સ્ટેશન નજીક અને મફતલાલ મીલના પાછળના ભાગમાં આવેલી રેલ્વે લાઈન પર આજરોજ મેન્ટેનન્શની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલ્વે ટ્રેક, ઓવર હેડીંગ, વાયર અને સિગ્નલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેલ્વે લાઈનની ડાઉન-ફ્લાઈન બપોરે ૨:૩૦ કલાકથી ૫:૦૦ કલાક સુધી બ્લોક રાખવામાં આવી હતી. જેના પગલે વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેનોના સમયપત્રક ખોરવાયા હતા. અઢી કલાક સુધી રાખવામાં આવેલા બ્લોકને કારણે અનેક ટ્રેનો નડિયાદ અને વડોદરા વચ્ચેના સ્ટેશનો પર જ રોકવામાં આવી હતી. વલસાડ લોકલ ટ્રેનને ઉતરસંડા રેલ્વે સ્ટેશન પર જ સાઈડલાઈન કરી દેવામાં આવી હતી.

આ અંગે મુસાફરોને અગાઉ જાણ કરી હોવાથી કેટલાક મુસાફરોએ પહેલાથી જ પોતાના મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી હતી.  જ્યારે કેટલાક  મુસાફરોને તેની જાણ ન હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મેન્ટેનન્સની કામગીરીનો સમય બપોરનો હોવાથી અપ-ડાઉન કરતાં વર્ગને કોઈ અસર થઈ ન હતી. નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગસવાર અને સાંજની ટ્રેનોમાં જ મુસાફરી કરતાં હોય છે. જેથી તેમની મુસાફરી પર બ્લોકનો કોઈ પ્રભાવ જોવા મળ્યો ન હતો.

ડાઉન-લાઈન અઢી કલાક બ્લોક રાખ્યા બાદ સાડા પાંચ કલાકે ફરીથી ટ્રેન વ્યવહાર શરૃ કરવામાં આવ્યો હતો. જેમાં વલસાડ લોકલ ૫:૩૦ કલાકે, જામનગર ઈન્ટરસીટી ૫:૨૦ કલાકે અને નવજીવ સુપરફાસ્ટ ૫:૨૫ કલાકે અમદાવાદ તરફ જવા માટે રવાના થઈ હતી.

બીજીતરફ આ મેન્ટેનન્સની કામગીરી ફક્ત ડાઉન લાઈન પર જ હાથ ધરાઈ હોવાથી અમદાવાદથી આવતી ટ્રેનોને કોઈ અસર થઈ ન હતી.

Post Comments