Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરેઠ તાલુકાના સૈયદપુરામાં પકડાયેલા દીપડાનું મોત નીપજ્યું

- ટોળામાંથી કેટલાકે લાકડીઓ મારી હતી ફોરેસ્ટ ઓફિસરે ફરિયાદ ન નોંધાતા રોષ

આણંદ,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સૈયદપુરામાં એક દિવસ પહેલા દિપડાએ નાસભાગ મચાવી હતી. ગઈકાલ આ દિપડાને વન્ય વિભાગ અને એનજીઓના કર્મીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ દિપડાને પકડી લીધા બાદ રાતના સમયે તેનું કરૃણ મોત નિપજ્યું હતું.

આ ઘટનાથી ફોરેસ્ટ અધિકારીઓ તથા એનજીઓ ટીમ સામે પ્રજાજનોમાં ફીટકાર વ્યાપ્યો હતો.આ દિપડાને ગ્રામજનોના ટોળામાંથી અમુક લોકોએ લાકડીથી માર માર્યો હોવાની ચકચારી વિગતો પણ ખુલવા પામી છે. વન્ય પશુધારા અન્વયે દિપડા જેવા હિંસક પ્રાણીઓને માર મારવાની ફરીયાદ કેમ ફોરેસ્ટ ઓફીસરો દ્વારા ન કરાઈ તે વાતે તેમની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ સર્જ્યો હતો. જ્યારે આ દિપડાને ગંગાપુર પાસે કાયદેસરની વિધી કરી ચીતાને અગ્નીદાહ અપાયો હતો.

આ ઘટનામાં વન્ય વિભાગના ઓફીસર પટેલના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજના સુમારે ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામેથી હિંસક દિપડાને ઝડપી લેવાયો હતો. આ દિપડાને ફોરેસ્ટ વિભાગ તથા નેચર હેલ્થ ફાઉન્ડેશન દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જેનું ગઈ મોડી સાંજના સુમારે કરૃણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ફોરેસ્ટ ખાતાની કાર્યવાહી સામે રીષ વ્યાપ્યો હતો. આ ઘટના બાદ દિપડાને ડીએસઓ તથા વન્ય સ્ટાફ અને બીજા મજુરોની હાજરીમાં કાયદેસરની વિધી કરી ગંગાપુર સીમમાં અગ્નિદાહ અપાયો હતો.

બ્રેઇન હેમરેજથી મોત થયાનું સાબિત થયું
આણંદ,તા.૧૩
આ ઘટના સંદર્ભે વન્ય વિભાગ પટેલનો ટેલિફોનીક સંપર્ક કરાયો હતો. જેમાં ચારથી પાંચ હજારના માણસોના ટોળા વચ્ચે આ દિપડા પર લાકડીઓથી હુમલો કરતા તેને માથાના પાછલા ભાગે તથા કરોડરજ્જુ પર ઈજાઓ થઈ હતી. જેનું પોસ્ટમોર્ટમ કરાતા બ્રેઈન હેમરેજથી તેનું મોત નિપજ્યું હોવાની વિગતો જણાવી હતી.

દીપડાને ઇન્જેકશનથી બેભાન કેમ ન કર્યો
આણંદ,તા.૧૩
આ દિપડાને લાકડીઓથી મારનાર ગ્રામજનો સામે કેમ ફોરેસ્ટ ઓફિસરો દ્વારા ગુનો ન નોંધાયો ? ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ કેમ દિપડાને બેભાન કરવા ઈન્સ્યુલેશન ગનનો ઉપયોગ કેમ ન કર્યો ? તેવા પ્રશ્નો નગરજનોમાં ચર્ચાના સ્થાને રહ્યા હતા.

જ્યારે જાગૃત નગરજનોમાં ફોરેસ્ટ અધિકારી પટેલને દિપડાને મારવા અંગે શું જોગવાઈઓ છે તેનો પણ ખ્યાલ ન હોવાથી આશ્ચર્ય સર્જ્યું હતું.

Post Comments