Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરેઠની આંગણવાડીઓમાં સંચાલકો ગેરરીતિઓ આચરતા હોવાની ફરિયાદો

- સરકારે નક્કી કરેલા મેનુ મુજબ અનાજ સગેવગે કરી બાળકોને અન્યાય કરે છે

આણંદ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

સિલ્કસીટીના હુલામણા નામથી જાણીતા તાલુકા મથક ઉમરેઠની કેટલીક આંગણવાડીઓના સંચાલકો દ્વારા સરકાર તરફથી આપવામાં આવતો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવાતો હોવાની ફરિયાદો ઉગ્ર  બની છે. કેટલીક આંગણવાડીઓમાં બાળકોને પુરતુ ભોજન અપાતુ નથી, તો કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન અંતર્ગત શાળાનો સ્ટાફ પણ બાળકોનું ભોજન કરતો હોવાના અહેવાલ સાંપડયા છે. સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવતા આંગણવાડી સંચાલકો વિરૃધ્ધ લાલ આંખ કરે તે સમયની માંગ છે.

ઉમરેઠ તાલુકામાં આશરે ૨૦૦થી વધુ આંગણવાડીઓ આવેલી છે. સરકાર દ્વારા નાના ભૂલકાંઓને પોષણયુક્ત આહાર મળી રહે અને ગામડાના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે આંગણવાડીઓ કાર્યરત કરવામાં આવી છે. આ આંગણવાડીઓમાં જે-તે વિસ્તારના બાળકોને બોલાવી તેઓને બપોરના સમયે ભોજન પણ આપવામાં આવે છે. મોટાભાગે આંગણવાડીઓમાં અઠવાડિયાના છ દિવસ માટેનું મેનુ નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ સરકાર દ્વારા ઘઉં, ચણા, તેલ, સુખડી, બાલભોગ, શીરો, ઉપમા જેવી ખાદ્યસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સમગ્ર અઠવાડિયા દરમ્યાન ગ્રામ્ય વિસ્તારના બાળકોને અલગ-અલગ વાનગીઓ પીરસવામાં આવતી હોય છે. પરંતુ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની કેટલીક આંગણવાડીઓમાં સરકાર તરફથી આપવામાં આવતા અનાજ તેમજ ખાદ્યસામગ્રીના જથ્થાને બારોબાર સગેવગે કરી દેવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે.

વધુમાં કેટલીક આંગણવાડીના સંચાલકો આંગણવાડીમાં ફાળવવામાં આવતા અનાજના જથ્થાને સીધો જ પોતાના ઘરે અથવા તો અન્ય સ્થળે ઉતારે છે અને ત્યાંથી યોગ્ય સમયે કોઈને જાણ ન થાય તે રીતે બારોબાર માર્કેટમાં વેચી મારે છે અને આંગણવાડીના બાળકોને અન્ય હલકો, ફુલકો નાસ્તો આપી પટાવી લેતા હોય છે. ઉમરેઠ તાલુકાની કેટલીક આંગણવાડીઓ પ્રાથમિક શાળાઓમાં જ ફાળવવામાં આવી છે. કેટલીક પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી સંચાાલકો શાળાના આચાર્યો તેમજ સ્ટાફના કર્મચારીઓ આંગણવાડીની ચીજવસ્તુઓનો ઉપયોગ કરી ચ્હા-નાસ્તા બનાવી જ્યાફત માણતા હોવાનું પણ જાણવા મળ્યું છે અને આ રીતે નાના ભૂલકાંઓ માટે ફાળવવામાં આવતી ખાદ્યસામગ્રી ચાઉં કરી જતા હોય છે. આ મામલે ઉચ્ચકક્ષાએથી આદેશ જારી કરવામાં આવે અને નાના ભૂલકાંઓના નામે પોતાનું ઘર ભરતા આંગણવાડી સંચાલકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે.

Post Comments