Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોરસદ પ્રાંત કચેરીના સિરસ્તેદારનો મૃતદેહ મુંબઈમાંથી મળતા ચકચાર

- મૃતક સિરસ્તેદાર ગયા ડિસેમ્બરથી રજા રિપોર્ટ મૂક્યા વિના ગેરહાજર રહેતા હોવાથી સસ્પેન્સ

આણંદ,તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

આણંદ જિલ્લાના બોરસદમાં આવેલ પ્રાંત કચેરીમાં ફરજ નિભાવતા શીરસ્તેદારનો મૃતદેહ મુંબઈથી મળી આવ્યોના બનાવે ચકચાર માચવી હતી. આ ઘટનામાં ૨૦૧૭ના ડિસેમ્બર માસમાં રજાઓનો રિપોર્ટ કર્યા વિના કે રજાઓ મંજુર કરાવ્યા બાદ ગેરહાજર રહેતા હતા. તેમના ઉપરી અધિકારીએ મોબાઈલ પર સંપર્ક કરતા તેમનો મોબાઈલ બંધ હાલતમાં જ રહેતો હતો. આ કર્મચારીનો મૃતદેહ મુંજબઈમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદમાં આવેલ પ્રાન્ત કચેરીમાં શીરસ્તેદારની ફરજ નિભાવતા ગોપાલભાઈ સુથાર જેઓ ઘણા સમયથી તેમની નોકરી પર ગેરહાજર રહેતા હતા. તેઓએ ૨૨-૧૨-૨૦૧૭ થી ૨૪-૧૨-૨૦૧૭ની રજાઓ મંજુર કરાવી હતી. પરંતુ તા.૨૬ બાદ આ કર્મચારી તેમની ફરજ પર રજા મુક્યા સિવાય ગુમ થયા હતા. તેમના ઉપરી અધિકારીએ તેમના મોબાઈલ પર સંપર્ક કરતા તેઓનેો સંપર્ક થયો ન હતો.એક દિવસ અગાઉ તેમનો મૃતદેહ મુંબઈમાં એક ટ્રેનમાંથી મળી આવ્યો હતો.જેથી તેમને પરીવારજનોને તેની જાણ કરાઈ હતી.જેથી તેમના પરિવારજનોમાં આ ઘટનામાં હજુ સુધી મુંબઈથી કોઈ પણ પોલીસ કાગળો ન મળ્યા હોવાથી આ હત્યા છે કે પછી આત્મહત્યા તે રહસ્ય પરથી પડદો ન ઉંચકાયો હોવાની વાત ચર્ચાઈ હતી.આ ઘટનામાં બોરસદ પોલીસ મથકે કોઈ ફરિયાદ ન કરાઈ હોવાના અહેવાલ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ય બન્યા છે.

Post Comments