Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેમદાવાદના ખાત્રજ ચોકડીના વિસ્તારમાં અંધારપટની સમસ્યા

- વીજકામથી રહીશો, વેપારીઓ હોસ્પિટલો સહિતના દરેક સ્થળે ભારે અગવડતા

નડિયાદ.તા.૯ ફેબ્રુઆરી 2018, શુક્રવાર

મહેમદાવાદ પાસે આવેલ ખાત્રજચોકડી વિસ્તારમાં અવારનવાર લાઇટો જતી રહેવાની ઘટના સામે આવી રહી છે. મેન્ટેન્સના બહાને દર શુક્રવારે લાઇટ કાપ કરકરવામાં આવતો હોવાથી લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે લોકોના  અગત્યના કામો રખડી પડતા હોય છે. લોકોની પ્રાથમિક જરૃરીયાતો લાઇટ,પાણી અને અન્નની હોય છે. ત્યારે આધુનિક સમયમાં લાઇટ વગર જીવનનિર્વાહ કઇ રીતે થાય તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

મહેમદાવાદ નજીક આવેલ ખાત્રજ ચોકડી અને તેની આજુ બાજુના વિસ્તારોમાં  લાઇટ  કાપના કારણે  લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આજ વિસ્તારમાં ઘણી હોસ્પિટલો,  લાકડાના બેન્સા, ઓટો પાર્ટસ, કપડાની દુકાનો, પેટ્રોલ પંમ્પ, રહેણાક વિસ્તારો, સરકારી સરકીટ હાઉસ  આવેલા છે. આધુનિક સમયમાં દરેક જીવન જરૃરીયાત વસ્તુઓ લાઇટથી ચાલતી હોય છે, એવામાં લાઇટનો પ્રવાહ બંધ રહેવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા પ્રદુષણ ન થાય તે માટે  સી.એન.જી ગેસને પ્રોત્સાહન આપવામાં આવતુ હોય છે. જ્યારે લાઇટ ન હોવાને કારણે પંમ્પ વાળાએ બોર્ડ મુકી દીધુ છે કે લાઇટ ન હોવાને કારણે સી.એન.જી પંમ્પ બંધ રહેશે. જેથી જશોદાનગર  ચોકડી થઇ ને આવતા મુસાફરો, મહેમદાવાદના ગ્રામજનો, આજુબાજુ ના રહેવાશીઓ મુશકેલીમાં મુકાયા હતા. મુસાફરોની માંગ છે કે આવશ્યક સેવાઓને લાઇટ કાપમાંથી મુક્તી આપવામાં આવવી જોઈએ. જ્યારે લાઇટ કાપ હોવાને કારણે રીક્ષા વાળાને વધુ વધુ અગવડતા ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે વારંવાર વિધુત બોર્ડના કારણે લોકો મુશકેલીમાં મુકાઈ રહ્યાં છે.

 આમ સરકાર ની જ્યોતી ગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી આપવાની વાતો અહી પોકળ સાબિત થઇ રહી હોવાનુ શહેરના જાગૃત નાગરીકો જણાવી રહ્યાં છે. વિસ્તારના રહીશોની માંગણી છે કે,  લાઇટકાપ રાખવો જ હોય તો  શુક્રવાર ની જગ્યાએ શનિવાર રાખવામાં આવવો જોઈએ.  કારણ કે શનિવારના રોજ મહેમદાવાદ બજાર બંધ રહે છે.જેથી લોકોને પડતી અગવડોમાં ઘટાડો થાય.

રિપેરિંગ માટે ફીડર બંધ કરવા જરૃરી : અધિકારી
 આ બાબતે જી.ઇ.બી અધિકારીનો ટેલિફોનીક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે, દરેક ફીડર બંધ કરવામાં આવે તો જ લાઇટનું રીપેરીંગ કામ શક્ય છે. જ્યારે પેટ્રોલ પંમ્પના સંચાલકોની આ અંગેની કોઈ રજુઆત આજદીન સુધી અમારી પાસે આવી નથી.

Post Comments